________________
લાગી. એ તો યંત્રની જેમ ઉત્તરે જ આપતો હતો.
ધારો કે અમારું માથું કાપીને વેચવાનો પ્રસંગ આવે તો એથી પણ લોકો ધૃણા પામે ? એથી પણ લોકોને કંટાળો આવે? એને પણ લોકો તે તિરસ્કાર જ કરે ને..?”
અમાત્ય કંપી ઊઠ્યો. એના મોં પર દબિન્દુઓ જામ્યાં.
પ્રિયદર્શીએ કહ્યું: “હું તને અભય આપું છું. તું સત્ય કહે. મારા માથાથી પણ લોકો તો ખરદતી વખતે ધૃણા જ અનુભવેને?.
હા, મહારાજ! આપનું માથું પણ કંટાળાજનકું બને. એનેય કોઈ ન ખરીદે.' કંપતા અમાત્ય થશે કહ્યું.
મૂળ વાત ઉપર આવતાં ને જાની વાત સંભારતાં પ્રિયદર્શીએ મિષ્ટ શબ્દોમાં કહ્યું : “મરી ગયા પછી મારા માથાથી કંટાળે જ આવવાનો હોય, એનાથી લોકો ધૃણા જ પામવાના હોય, તે જીવતાં આ માથું શ્રમણોનાં ચરણોમાં નમાવું એમાં મારું ગૌરવ શું હણાઈ જવાનું હતું ? અને એમાં તને અનુચિત શું લાગતું હતું?
જાતિ ગમે તે હોય, પણ તે શ્રમણ તો છેને? મારું નમન જાતિને નથી, પણ એના શ્રમણત્વને છે!” .
- (૩) ઈજજત કોણે લીધી! ઝાકળના બિંદુનું રૂપ તે કાંઈ નથી, પણ એ જ્યારે કમળના પાંદડા પર પડયું હોય છે, ત્યારે તો એ સાચા મોતીની રમ્યતા સર્જતું હોય છે. તેમ વાણી ને વર્તનનું એમ તે કાંઈ મૂલ્ય નથી, પણ વિવેક વાપરવાથી એનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.
આવનાર અતિથિ માટે બધી સગવડતા સાચવી હોય, દરેક રીતે તૈયારી કરી હોય, કોઈ પણ વસ્તુની જરાય ખામી રહી ગઈ હોય, તો બધી તૈયારીઓ અને સાચવેલી સગવડો વ્યર્થ જાય છે એમ કોણ નથી જાણતું ? છતાં આપણે જોઇશું તો જાણવા મળશે કે જીવનપંથના ઘણાખરા મુસાફરો માત્ર એક વિવેકની ઊણપને લઇને જીવનમાં નિરાશા અનુભવતા હોય છે.
ધાર્મિક ઉત્સવ શું કે આધ્યાત્મિક ચિન્તન શું, સામાજિક પ્રવૃત્તિ શું કે રાષ્ટ્રિય ક્રાન્તિ શું-આ બધી પ્રવૃત્તિઓ, વિવેક માગે છે. વિવેકના અભાવે આ વસ્તુઓ જળવિહોણા સરોવર જેવી બની જાય છે. જેને વિવેકને ચીપિયો મળી આવે છે તે ગમે તેવી વસ્તુને પણ એ ચીપિયાથી ઉપાડ