________________
સમયને અનુરૂપ બનાવી શકે છે. પણ જેને એ ચીપિયો મળ્યો નથી, એ ગમે તેટલી પ્રવૃત્તિ કરે તો પણ એ પરિમલ વિનાના પંકજ જેવી જ ગણાય. વરતુ દેખાય ઘણી, પણ એમાં સર્વ કાંઈ ન હોય.
એટલે જ વિવેકી માણસો દુનિયામાં ધમાલભરેલા શબ્દો કરતાં, અર્થભરેલા કાર્ય તરફ વધારે લક્ષ આપતા હોય છે. એ જેમ કાર્ય કરતા જાય તેમ એમાંથી સુવાસ પ્રગટતી જાય, અને કાર્યની સુવાસ જ્યારે બોલે છે ત્યારે એની આગળ માણસની વાચા સાવ પામર લાગે છે. છે પણ અવિવેકી માણસો તો બોલવાને બહુ મહત્વ આપતા હોય છે. એ તો એમ જ માનતા હોય છે કે વાચાળતાથી જ આ જગતનો રથ અવિરતપણ ચાલે છે. પણ અર્થહીન અને વિવેકહીન વાચાથી અનર્થની હારમાળા ઊભી થાય છે, એ એમના દયાનમાં નથી આવતું.
આજ જ્યારે વિવેકની ચર્ચા ઊપડી છે, ત્યારે મુંબઇને એક પ્રસંગ મને યાદ આવે છે.
નવેક વાગ્યાને સમય હતો. ગુમાસ્તાધારા પ્રમાણે સમયસર દુકાન બંધ કરી, હરિલાલને માથે ચોપડા ઉપડાવી, રમણલાલ ઘેર જઈ રહ્યા હતા. એમનું ઘર ત્રીજા ભાઈવાડામાં હતું. એટલે ગલીના વળાંક પાસે જ રસિકલાલનો ભેટો થયો. રસિકલાલ હરિલાલને હરીફ હતો, અને ગુંડો પણ ખરો. એના મનમાં ઘણા વખતની દાઝ હતી. એ તક જતો હતો. લાગ મળે તો અપમાનનો બદલો તમાચાથી વાળવાની એને ધૂન ચઢી હતી.
આજનો પ્રસંગ રસિકને ઠીક લાગ્યો. મામાં ખાસ કોઇની અવર– જવર પણ નહતી. ગલીને વળાંક હતો. બત્તી જરા દૂર હતી. એટલે લાગ જોઈ એણે રમણલાલને એક ઘોલ મારી, એની પાઘડી ધૂળ ભેગી કરી, છૂ થઇ ગયો. રમણલાલ શાણા, ચકોર અને સમય પારખુ હતા. એણે પાછું વાળી જોયું, પણ રસિકલાલ તો ક્યારનોય અદૃશ્ય થઈ ગયો હતો. એટલે કાંઈ પણ બેલ્યા વિના, પાઘડીની ધૂળ ખંખેરી, માથા પર મૂકી, જાણે કાંઈ જ બન્યું નથી એ રીતે આગળ વધ્યા. - હરિલાલએ રમણલાલને વફાદાર અને ભલો નોકર હતો. એનાથી આ દૃશ્ય ને જોવાયું. એને લાગી આવ્યું. પણ પકડનાર કરતાં ભાગનારના પગમાં જોર અને વેગ વધારે હતાં. એ પાછળ દોડ્યો. પણ પહોંચી ન શક્યો, એટલે બબડવા લાગે ; “અરે, અરે, આણે શેઠની ઇજજત લીધી ! શેઠનું