________________
ઘડીમાં આપણે લોભમાં જઈએ છીએ. પણ પળેપળે આપણા જે રંગ જામી રહ્યા છે તે રંગમાંથી આપણે નિરંજન બનવાનું છે એ વાતને આપણે ભૂલી જઈએ છીએ.
ઘડપણ વખતે શાંત બેસીને પોતાના મનમાં જે ચાલી રહેલાં ચક્રો છે, ચાલી રહેલા ભાવો છે, ચાલી રહેલાં વલો છે તેનું બેઠાં બેઠાં નિરીક્ષણ કરવાનું છે. અને જે જે ખરાબ દેખાય છે તેને ધીમે ધીમે કાઢતા જવાનું છે.
| આટલું થઇ શકે તો માનવીનું જીવનપરિવર્તન થાય; આટલું થઇ શકે તો માનવી સદાયને માટે પ્રસન્ન બની જાય, શાંત અને સુખી રહી શકે. અને એનું જીવન સુંદર ફૂલવાડી સમું મઘમઘી ઊઠે.
માણસના દેહને જેમ પાણી, પ્રકાશ અને પવનની આવશ્યકતા છે, તેમ આપણા આત્માને પ્રમ, સેવા અને સદાચારની જરૂર છે.
ઘડપણ આવે ત્યારે સૌની સાથે પ્રેમ હોવો જોઇએ.
ઘડપણ આવે એટલે તો યાદ કરી કરીને વેરઝેર એાછાં કરવાનાં હોય. કોઈ યાદ આવે એટલે એનું ઘર પૂછતાં પૂછતાં જઈ, એને કહેવાનું કે, ભાઈ, મને તમે ક્ષમા આપજો.”
જિંદગીમાં રાગદ્વેષ એ બીજું કંઈ નથી, માત્ર મતમતાંતર જ છે. જરાક મનની સાથે પતાવટ કરી લોપછી બીજાં કંઇ નથી.
મુનિને મન કોઈ દુશ્મન ન હોય. દુશ્મનાવટ રાખનાર ભણી પણ એમની આંખમાંથી અમીવર્ષા જ થાય. -
મુનિ કોઇને દુશમન માને તો એ મુનિપણું કલંકિત છે. આગ લગાડનાર અને પાળ બાંધનાર બેય મુનિને મન સરખા મિત્રો છે.
ઘડપણ આવે ત્યારે, ધીમે ધીમે મુનિઓના હૃદયની આ ભાવના નહિ કેળવીએ તો, જગતનું કંઇ જવાનું નથી; નુકસાન આપણને થશે.
આ નુકસાનમાંથી ઉગારવા માટે ખૂબ વિચાર કરીને મહાપુરુષોએ આપણને રસ્તાઓ બતાવ્યા છે, કે ઘડપણમાં મુનિવ્રત લેજો.
હવે વાત આગળ ચાલે છે. સંધ્યા પછી મહારાત્રિ આવે છે. જીવન પછી શું આવે છે? મહાનિદ્રા, મહામૃત્યુ આવે છે.
રાત્રિ આવે તે પહેલાં દિવસનું બધું કામ પૂરું કરી લેવું એ ડહાપણનું કામ છે.
દિવસને હિસાબ ચેમ્બે (એકાઉન્ટ કલીયર) હેય, કામકાજ પતાવેલું