________________
હોય તો પછી આપણે નિરાંતે ભગવાનનું નામ લઇને સૂઈ શકીએ. જીવન પછીની મહાનિદ્રામાં સૂઈ જવાની ઘડી આવે ત્યારે આપણી પૂર્વતૈયારી પણ આવી જ હોવી જોઈએ. ચાન્ત જ તેનું ચકામુ આપણે યોગમાં હોઇએ ત્યારે તુનને તજવાની વેળા આવવી જોઇએ.
મન, વચન અને કાયા-આ ત્રણેના વેગની સમાધિમાં લાગેલા હોઈએ અને મૃત્યુ પામીએ તે જીવ્યું પણ સાર્થક અને મર્યું પણ સાર્થક.
દુનિયા પણ અંતરમાં અહોભાવ લાવીને કહેશે : “આ માણસે દુનિવામાં આવીને પોતાના બાલ્યકાળને વિદ્યાથી વિભૂષિત બનાવ્યો, યૌવનને પુરુષાર્થથી મહેકાવ્યું, ઘડપણને મુનિવ્રતથી દીપાવ્યું અને મૃત્યુને યોગથી શોભાવ્યું. ખરેખર, એના જીવનમાં આ ચારે વા સુંદર રીતે સચવાઈ હતી.
આજે તો એનાથી તદ્દન અવળી જ વાત છે.
બાળપણમાં ગોરખધંધા કરીને, યૌવનમાં રખડેલ બનીને, ઘડપણમાં કજ્યિા -કંકાસ ને હાયહાય કરીને માણસ મરી જાય છે, ત્યારે તેમનો છોકરો,
મારા બાપા મરીને સ્વર્ગે સિધાવ્યા છે, એમ કહીને જ્યારે કાળોતરી લખે છે ત્યારે સામેથી કાળોતરીના જવાબમાં સગાંવહાલાં લખે છે કે “બહુ ખોટું થયું ! કારણ કે, બધા જાણતા હોય છે કે એને બાપ સ્વર્ગે જાય એવો હતો જ નહિ. એણે જીવનમાં કરેલાં કાળાં કરતૂત એને સ્વર્ગે જવા દે એવાં નહોતાં. એટલે છોકરો સ્વર્ગની વાત કરે એ કોઈ માનતું નથી. એટલે કહે છે, “સ્વર્ગે ગયા એ બહુ ખોટું થયું. એ સ્વર્ગે જાય જ નહિ. અને જો તારી લાગવગથી પહોંચ્યો હોય તો બહુ ખોટું થયું.'
આ તો જીવનનું સ્પષ્ટ માર્ગદર્શન આપનારાં ચાર પગથિયાં છે.
આ ચાર વાતે આપણે વિચારીશું અને તે પ્રમાણે વર્તીશું તે આપણા જીવનમાં વિદ્યાનો પ્રકાશ આવશે, ઇન્દ્રિયોને જીતવાનો પુરુષાર્થ આવશે, મુનિઓ જેવી શાન્તિ આવશે અને મન, વચન અને કાયાનો યોગ સાધીને પરમપદ એવા મોક્ષને મેળવવાની લાયકાત પણ આવશે.