________________
જે મનને બાંધી ન લે, મન આત્માને તાણી ન જાય તે માટે પુરુષાર્થ કરો.
- આ ચારેની સાંકળમાં વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ થાય ત્યારે તમારા મનને કેળવો.
પછી તમને સમજાશે કે બહારના શિક્ષકની કોઈ જરૂર નથી; તમારા અનુભવમાંથી જ તમને જ્ઞાન મળતું જવાનું છે.
આ જ્ઞાન મેળવવાનું કામ યૌવનમાં જ થઈ શકશે. ઘરડા થઇ ગયા પછી તો મન ઢીલું થઈ જશે. મગજ પર કાબૂ ચાલ્યો જશે. જ્યાં ઇન્દ્રિથો જ વંઠેલી હોય ત્યાં મનને શી રીતે હાથમાં રાખી શકશો? ઘણા માણસે કહે છે કે ઘડપણમાં ગોવિંદ ગાઈશું. પણ ભાઇ, ઘડપણમાં તો મન મડદા જેવું થઈ જશે. ચીંથરા જેવા થઈ ગયેલા મનની ઘડી કેવી રીતે વાળશો ? આજે મન કડક છે. એટલે ઘડી વાળી શકાય તેમ છે. અત્યારે મન તૈયાર છે, એટલે તમે જે રીતે મેળવવા માગો તે રીતે કેળવી શકશો.. - હવે આવે છે સંધ્યા. સંધ્યા આવે એટલે પ્રભાતના જેવું જ વાતાવરણ હોય. સૂર્યોદય વખતે હોય તેવો જ સમય સંધ્યા વખતે પણ હોય. બાળકની જેમ ઘરડાને પણ દાંત ન હોય..એ પણ પરાધીન હોય. બાળકને જેમ ખાવા-પીવાનો ખ્યાલ ન હોય તેમ ડોસાને પણ ન હોય. બાળકને જેમ ગળ્યું ભાવે તેમ ઘડપણમાં પણ લસલસતો શીરો ભાવે. આ રીતે બાળકને વૃદ્ધ એક રીતે જોવા જાવ તો ઘણી રીતે સરખાં છે. છતાં, ખૂબીની વાત એ છે કે, બાળકને રમાડનાર ઘણા મળે છે, ડોસાને રમાડનાર કોઈ નથી. એમને તો બધા કહે છે કે, છાનામાના ખૂણેખાંચરે પડ્યા રહોને. ટકટક શું કર્યા કરો છો ?” - ઘડપણની તો બાળક કરતાંય બદતર અવસ્થા હોય છે. એટલે જ “વા
મુનિવ્રતાનામ્ ” એવી સલાહ આપી છે. ઘડપણ આવે એટલે આપણે મુનિનું વ્રત લેવાનું છે. મુનિઓ જાણી જોઈને ન જોવાનું આંખથી ઓછું જાએ, કાનથી ન સાંભળવાનું ઓછું સાંભળે, જીભથી ન બોલવાનું ઓછું બેલે અને ઇન્દ્રિયોને ઓછામાં ઓછી વાપરે. - ઘડપણમાં જે લોકો સત્તા અને કીર્તિ માટે બહાર જાય છે એ કદાચ દુનિયાને ચેર સુધારવાની વાત કરી શકશે; પરંતુ એમના જીવનનો ચોરો ને મરણનો ચોકો તો બગડી જશે. - ઘડપણ આવે એટલે મનને કહો કે હવે તો ઘણું કર્યું છે. હવે ક્યાં આપણે અહમમાં આવીએ ! ઘડીમાં આપણે માયામાં જઇએ છીએ અને