________________
મન તો બહુ શાણું છે. એ છેતરાય એવું નથી. એ જો સમજી જાય તે ગમે તેવી વાનગીઓ પડેલી હોય છતાં એ ભૂખ્યું રહેશે, પણ ખાશે નહિ.
આપણે આંખ બંધ કરવાની વાત કરીએ છીએ, પણ પેલું મન તો અંદર બેઠું બેઠું વિચાર કરતું હોય છે. ત્યાં તો ફિલમનાં પડદેપડદા ચાલી રહ્યા હોય છે. તમે કાન બંધ કરી દો, પણ મનમાં તે ઘોડા દોડી રહ્યા જ છે.
એટલે, આનંદઘનજી મહારાજે તો આ વાતને બરાબર પકડી છે : મન સાધ્યું એણે સઘળ: સાયું; એક વાત નહિ ટી.
જેણે મનને સાધ્યું છે એ જીવનમાં ઘણી સાધનામાં સફળ થાય છે.
આપણે આજે બધી બાબતની કેળવણી આપીએ છીએ પરંતુ આપણી પાસે મનની કેળવણી આપી શકે એવાં કોઈ સાધન નથી. સાધન હોય તે, એને આપણે પિછાણી શકતા નથી.
આજની કેળવણી, આજનું વાતાવરણ આ બધાંય આજે મનને વધારે ને વધારે બહેકાવીને નષ્ટભ્રષ્ટ કરવાની દિશામાં દોડી રહ્યાં છે.
આજની હવા તે એટલી બધી માદક છે કે સાઠસિત્તેર વરસના ડોસાએ પણ સિનેમાની લાઈન(યુ)માં ઊભેલા દેખાય છે ! ધોમ તડકો હોય, ધોળાં આવી ગયાં હોય, આંખે ઓછું દેખાતું હોય તો પણ લાઈનમાં ઊભા રહેશે, ટિકિટ મેળવશે અને સિનેમામાં જશે.
આજનો જમાનો તો લાભ લેવાની પાછળ પડ્યો છે. છોકરો જો દુકાને જાય ને નીતિથી વતીને આવે તો આજના જમાનાનો બાપ ઊકળી ઊઠે છે. તે વખતે દીકરો નીતિની તરફેણ કરી બચાવ કરે તો બાપ ગર્જી ઊઠે છે: “હવે ગધેડે ના થા. બહુ આદર્શ-ફાદર્શ કૂટયા ના કરીશ. નહિ તો, દેવાળું ફૂંકવું પડશે. દુકાન ઉપર તો એમ જ ચાલે, સમજ્યો !
કાળાબજારમાં જે લોકો રળ્યા નથી એ લોકો આજે પશ્ચાત્તાપ કરે છે: અરે, ઘોડાપૂર જેવો કમાણીનો મોકો મળ્યો તોય અમે તો સાવ લુખા જ રહી ગયા.
કાળાંબજાર કરીને જે રળ્યા છે એના કરતાં રળ્યા વિના રહી ગયેલા કેટલાક લોકો કાળા સંકલ્પ-વિકલ્પો કરીને વધારે પાપ બાંધી રહ્યા છે. કારણ કે માણસને આજે ધન સિવાય બીજાં કંઈ મહત્ત્વનું દેખાતું જ નથી.
એટલા માટે જ મહાપુરુષે આપણને યૌવન સમયે પુરુષાર્થ કરવાનું સૂચવે છે. શાને માટે પુરપાર્થ ? વિષયો ઈદ્રિયોને ખેંચી ન જાય. ઇનિદ્ર