________________
વાળે માનવી શંકરને ભકત બની શકે નહિ.'
આપણે પણ સંસારમાં એ જ કરવાનું છે. શંકરે જેમ ઝેર પચાવ્યું અને અમૃત આપ્યું તેમ આપણે પણ જગતની ઝેર જેવી કડવી વાતોને પી જવાની છે. અને જગતના કલ્યાણ માટેની વાતો જ ઉચ્ચારવાની છે.
પરંતુ, ગંભીરતા હશે કે સમતાપૂર્વક વિચારવાની બુદ્ધિ હશે તો જ આ શકિત આવશે. -
એક દિવસ છાપામાં કોઇકે લખ્યું કે અમુક વખત પછી આખીય દુનિયાનો પ્રલય થઈ જવાનું છે. આ વાંચીને એક માણસ હાંફતો હાંફતે મારી પાસે દોડી આવ્યો. કહે : “મહારાજ, આ છાપામાં લખ્યું છે કે આખી દુનિયા મરી જવાની છે. તો પછી હું પર્વત ઉપર જ રહું તો?'
મને આ માણસ પાગલ જ લાગ્યો. એને શો ઉત્તર આપવો? છાપાંઓ પણ પોતાના સ્વાર્થ માટે વિવેકવિહોણી વાતો છાપીને લોકોને ભડકાવી ઉશ્કેરે છે એ વાત બરાબર નથી. જે માનવીને પોતાની કરણી અને પ્રારબ્ધ પર વિશ્વાસ નથી એવા માનવીઓ જ આવી વાતોના પ્રવાહમાં તણાય છે.
પોતાની કરણી પર વિશ્વાસવાળો માણસ તો કહે છે કે, જ્યાં સુધી મારું પુણ્ય તપે છે ત્યાં સુધી પ્રલય આવશે તે પણ મને તો કંઇ જ થવાનું નથી. અને જે ઘડીએ પુણ્ય પરવારી જશે તે ઘડીએ મને લાખ જણા બચાવનારા હશે તો પણ હું બચવાનો નથી.'
પુષ્પની માળા પહેર્યા પછી અવસાન પામેલી ઇન્દુમતિ માટે વિલાપ કરતો અજ એમ માને છે કે, આ પુષ્પની માળાને લીધે જ ઇન્દુમતિ મૃત્યુ પામી તો પછી લાવ, હું પણ તે માળા ગળામાં નાખીને ઇન્દુમતિ પાસે પહોંચી જાઉં. આમ માનીને અજે માળા ગળામાં નાખી. પરંતુ તેથી કંઈ મૃત્યુ આવ્યું નહિ. તેથી નિરાશ થએલો અજ વિમાસે છે કે, આ પુષ્પની માળા વડે જ ઇન્દુમતિ મૃત્યુ પામી તો પછી હું કેમ મરતો નથી? આગળ વધતાં એ કલ્પના કરે છે કે, કદાચ કોમળ જીવોને મારવા માટે વિધાતાએ પિતાનાં શસ્ત્રો પણ કોમળ રાખ્યાં હશે. આમ ગાંડા વિચારો કરતો અજ છેવટે એક નિર્ણય લે છે....કો'ક વાર અમૃત પણ ઝેર બની જાય છે ને કો'કવાર ઝેર પણ અમૃત બની જાય છે. એ બધી કેવળ ઈશ્વરેચ્છા જ છે. એટલે મારે હવે ઈશ્વરને જ શરણે જવું રહ્યું. - એકનું એક ઔષધ એક માનવીને જિવાડે છે અને બીજાને માટે મૃત્યુનું કારણ બને છે. એ હકીકત નજરોનજર જોયા પછી આપણે જો સમજી શકતા હોઈશું તે, જરૂરથી વિચારીશું કે, તેનું કારણ કેવળ પ્રારબ્ધ હશે.