________________
આવી રીતે પ્રારબ્ધ જેવી વસ્તુને સમજનારો માનવી ગમે તેવી ભડકાવનારી વાતોથી ભડકતો નથી.
સાંભળીને તરત કહી નાખનારો, જોયા પછી તરત જાહેર કરનાર, ને જાણ્યું એટલું બોલી નાખનારો વિવેકવિચાર વિનાનો માનવી ઉતાવળિયો હોય છે. આવો માનવી ધર્મની સાધના કરી શકતો નથી. ધર્મની સાધના માટે તે જીવનની ગંભીરતા જોઈએ. જેના જીવનમાં ગંભીરતા આવે છે તેનું હૃદય સાગર જેવું વિશાળ બને છે. ખૂબ ખાઈખાઇને અપચાને લીધે પેટ મેટું થયું હોય તે માણસ મોટો નથી. પરંતુ દુનિયાભરની વાતોને પચાવે તેવું મોટું દિલ જેની પાસે હોય તે મોટો છે. ' ,
કોઈની વાત કોઇકને કહીને તમે મિત્રતા વધારવાની કલ્પનામાં રાચતા હો તો સાવચેત બનજો. એટલું ન ભૂલશો કે, દુનિયા ગોળ છે. જે રીતે જે વાત તમે કરશો તે વાત ફરી ફરીને પાછી તમારી પાસે જ આવવાની છે. તે રીતે તમે જેની વાત કરી હશે તેની પાસે પણ એ જવાની જ છે. અને જે દિવસે તેના કાન પર તમારી નિદાની વાત જશે તે દિવસે તે તમારા માટે કે અભિપ્રાય બાંધશે ? તો પછી તમારી બોલવાની આદતને લીધે મિત્રતા વધશે કે ઘટશે?
નજરે જોયેલું પણ ઘડીભર ખોટું પડે છે, જ્યારે આપણે તો સાંભળેલી વાતને પણ સાચી માની લઈને વહેતી મૂકતા હોઈએ છીએ. સાસુ-વહુ, પિતા-પુત્ર કે શેઠ-નોકર વચ્ચેના મોટા ભાગના ઝઘડાઓ આ રીતે વહેતી મુકાતી વાતોનું જ સીધું પરિણામ હોય છે.
કોઈ પણ વાત સાંભળ્યા પછી તરત જ આવેશમાં આવી જવું એ મૂર્ખતા છે. કોઈ વ્યક્તિ કહે છે, એના વિચારો શા છે, એની ભાવના શી છે, ક્યા સંજોગોમાં ને કયા અર્થમાં કહ્યું છે વગેરે બાબતો ખૂબ ઊંડેથી જોવી-વિચારવી જોઈએ. આ રીતની સમજણ હોય તે ઘણાખરા કજિયા આપોઆપ શમી જાય છે. • માણસના જીવનમાં જ્યારે આવી ગંભીરતા આવે છે ત્યારે એ ક્ષુદ્રતાનો ત્યાગ કરે છે. નાની નાની વાતોમાં એ ઉશ્કેરાતો નથી, કે ખોટું લગાડતો નથી, પરંતુ વાતોને મનમાં જ સમાવી દે છે. આવો માણસ જ પારકાના હિતની વાત વિચારી શકે છે ને એ મુજબ વતી શકે છે.
ભારતમાં ત્યારે નવાબી રાજયો હયાત હતાં.
અંગ્રેજોનું આધિપત્ય પ્રસરી રહ્યું હતું. એના વધુ જમાવ માટે, ઈગ્લેન્ડની પાર્લામેન્ટને એક સભ્ય ભારતીય સંસ્કૃતિ, ભારતીય રાજાઓ