________________
અનેક વાત આવે, પણ એ તો બધીય પચાવે, છતાંય કદી ઉતાવળે ન બને. ઉતાવળી બુદ્ધિવાળો માનવી કદીય ધર્મની સાધના કરી શકતું નથી. મગજ
માં એક વિચાર આવે કે તરત જ તેના પરિણામને કે યોગ્યયોગ્યતાનો ખ્યાલ ક, કર્યા વિના અમલમાં મૂકી દેવો એ ડહાપણની વાત નથી. અફવાને આધારે દોડનાશ અટવાઈ જાય છે એ જાણીની વાત છે. * *
દુનિયામાં વાત તે અનેક ચાલવાની છે. એમાં પણ ડાહ્યા માણસે બોલે એના કરતાં ગાંડા માણસો વધુ બોલવાના છે. એ બધાયની વાતો સાંભળી સાંભળીને વિચાર કર્યા વિના જ અમલમાં મૂકવા માંડશો તે તમે તમારી જાતને જ નુકસાન કરી બેસશો. એટલું જ નહિ, તમારું અનુકરણ કરનારા બીજા ઓછી બુદ્ધિવાળાઓને પણ તમે નુકસાનમાં ઉતારશો.
ઘણી વાતો બહુ વિચાર કરીને બોલવાની હોય છે. કેટલીક વાત એવી હોય છે કે, જે સાચી હોય તે પણ પેટમાં પચાવી જવાની હોય છે. કેટલીક વાતો એવી હોય છે કે, જેને વિચાર ને વિવેકના ગળણાથી ગાળ્યા પછી જ બીજાને કહેવાની હોય. - શરીરનાં બધાં અંગોને જાઓ તો આંખ ઉપર ઢાંકણું છે, મેટું પણ બંધ કરી શકાય છે, પરંતુ કાનને કોઈ ઢાંકણું કિરતારે આપ્યું નથી. એટલે દુનિયાની જે વાત આવે તે સાંભળવી તો બધી જ, પરંતુ બોલવા માટેનું ઢાંકણું ઉઘાડતાં પહેલાં ખૂબ વિચાર કરવાનો છે. સાંભળેલી વાતોમાંથી થોડી જ મેવાટે બહાર કાઢવાની હોય છે. બાકીની બધી તો અંદર જ સમાવી દેવાની હોય છે. એકવાર એક ભાઈ કહે, “હું શંકરનો ભકત છું !”
મેં કહ્યું: “તમારા શંકર કેવા હેય એ કહેશે ?” તેમણે લિંગનો આકાર બનાવી કહ્યું : “જાઓ, આવા હોય.”
એ તો ઠીક, પણ એમના ગુણ ક્યા?
એ ભાઈ પૂરતે જવાબ આપી શક્યા નહિ; એટલે મેં કહ્યું: ‘રામ્ રતિ યુતિ ર :- જે સમતા કરે એનું નામ શંકર.'
એમણે પૂછ્યું : “સમતા કોને કહેવાય ? . મેં કહ્યું: “સાગર–મંથન વખતે જ્યારે ઝેર અને અમૃત બેય બહાર આવ્યાં ત્યારે એમણે કહ્યું હતું કે દુનિયાને અમૃત આપો અને મને ઝેર આપો. હું ઝેર પી જઇશ. બસ, એનું નામ રામતા.
જે માનવી દુનિયાનાં ઝેર પચાવી શકે અને જગતને અમૃત આપી શકે તે જ શંકર બની શકે. શંકરની ભકિતને સાધિકાર દાવો પણ એ જ કરી શકે. બાકી, હું અમૃત લઉં ને દુનિયામાં ઝેર વરસાવું એવી ભાવના