________________
છે ખરું, પણ માબાપ તરીકેની જે ફરજ છે તે અદા કરવી નથી.
તમે શું તમારાં બાળકોને એકલા પૈસાનો કે ઈટચૂનાની ઇમારતનો વારસો આપીને જ જશો ?
યાદ રાખજો કે, એ ઈટ અને ચૂનાની કે પૈસાની વચ્ચે બેઠેલો એક આત્મા નહિ હોય, એક માનવ નહિ હોય તો એ બધું નકામું છે.
માટે, શૈશવકાળમાં છોકરાઓને વિદ્યાનું અધ્યયન કરાવો અને એમના ખાતર તમે “સારા” બનો.
તમને સિગારેટ પીવાની કુટેવ હોય, પરંતુ જો તમારે તમારા બાળકને ઉગારવો હોય તે તમારે સિગારેટ છોડવી જોઈએ. બાળકોના ઉદ્ધારને માટે મોટેરાંઓએ ત્યાગ કરવો જ પડે છે, નહીંતર વડીલના કુસંસ્કારો બાળકને વારસામાં અનાયાસે મળે છે.
જેનો પિતા જેગાર રમતો હોય તેના પુત્રને જુગાર તરફ જિજ્ઞાસા જાગવાની જ. કુસંસ્કારનો આ અનિવાર્ય અંજામ છે.
બે વાતાવરણ બાળકોને ઘડે છે : પહેલું ઘરનું, બીજ મિત્રોનું.
દુ:ખની વાત છે કે આજે તે છોકરાંઓ ખુદ માબાપને પણ રમાડતાં હોય છે ! દેખાવ નિર્દોષ હોય એવો કરતાં હોય છે અને મનમાં રાચતાં હોય છે કે આપણે માવતરને કેવાં બનાવીએ છીએ! કારણ કે, એના આવા વિચાર સાથે વાણીને ને વાણી સાથે વર્તનને સુમેળ નથી.
શૈશવ પછી યૌવન આવે છે. બાલસૂર્ય મધ્યાદુનમાં આવે છે.
યુવાનથી બાપનું ખાઇને બેસી રહેવાય જ નહિ. એણે પસીને પાડવો જોઈએ. દુનિયા કેવી રીતે જીવે છે એનું જ્ઞાન મેળવવું જોઈએ.
યુવાન જો કામ ન કરે, દુનિયાદારી સાથે કામ લેતાં ન શીખે તે માણસોની તકલીફ શું છે એ એ ન સમજી શકે. સુપ્રસિદ્ધ નાટયકાર ડાહ્યાભાઈ ધોળશાએ લખ્યું છે :
જેને વીતી જગતમાં તે પરપીડા જાણ,
સાકરના શેખીનને નહિ ભૂખ્યાનું ભાન. એકલા ઘી-દૂધ પર રહેનારને સૂકો રોટલો ખાનાર માનવીની દશાની કલ્પના ક્યાંથી આવે?
યૌવન આવે એટલે માણસને પુરુષાર્થે કરવાનો છે. આ પુરુષાર્થ શેના માટે કરવાને છે ? શૈશવકાળમાં જે વિદ્યા મેળવી છે તે વિદ્યાને