________________
થયું હોય તે એ તરત જ કહેશે : “માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ.” પરિણામે વેરઝેરનાં વર્તુળો અટકશે.
આપણી પ્રાચીન ભાવના તો કેવી ઊંચી છે! शिवमस्तु सर्व जगतः । परहितनिरताः भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशः सर्वत्र सुखी भवन्तु लोकाः ॥
બોલવા માટે નહિ, વિચારમાં લાવીને આચારમાં મૂકવા માટે બોલજો કે, આખા જગતનું કલ્યાણ થાવ–સર્વનું મંગળ થાવ. માત્ર મારું જ નહિ, મારાં સગાનું જ નહિ, મારી નાતનું જ નહિ, મારાં કુટુંબીઓનું જ નહિ, સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ.
આપણને સુખ ગમે છે તો બીજાને દુ:ખ કેમ ગમે ? આપણને સારુ ગમે છે તો બીજાને ખરાબ કેમ ગમે ?
આપણને જે ગમે છે તે જગતને ગમે છે. આપણને જે નથી ગમતું તે જગતને નથી ગમતું.
મન જો આ રીતે ઘડ્યું હશે તો, તમારા મોઢામાંથી કોઇ દિવસ - યોગ્ય શબ્દ નહિ નીકળે અને કોઈને એમ કહેવાનો અવસર નહિ મળે કે ફલાણાભાઇ તમારી પાછળ આમ કહેતા હતા.'
આજે આપણી દશા એવી છે કે જ્યારે આપણે કોઈને રૂબરૂ મળીએ છીએ ત્યારે ખૂબ પ્રેમભાવ બતાવીએ છીએ. પછી એની પૂંઠ ફરે ત્યારે કહીએ છીએ : “હવે મૂકોને બધી વાત. એને જાણીએ છીએ !'
આ કેવું ?! વાણી ને વિચારોમાં આટલો બધો ઝઘડો ? આટલું બધું અંતર?.
પણ, આપણે આપણા પોતાના અંતર સાથે જ સાચા નથી, તે જગતમાં સાચા ક્યાંથી બનીશું?
છોકરું અશુભ બોલે, અસભ્ય વાત કરે, ખરાબ ગાળો બોલે. અઘટિત નિંદા કરે તો તમે તરત જ ધ્યાન રાખજો કે આ છોકરાના મોઢામાંથી આવી વાત કેમ આવી રહી છે?
એ એવું જ્યારે બેલે ત્યારે એનાં માબાપ તરીકે તમારે શરમાવું જોઈએ, કે મારાં છોકરાંઓ આવા ખરાબ શબ્દોનો ઉચ્ચાર કરે છે ! તે પણ ખૂબીની ને ખેદની વાત એ છે કે આજે માબાપ “ઓનરરી પેરસ” (માનદ્ માવતર) જેવાં બની ગયાં છે. એમને “માબાપ” કહેવડાવવું