________________
સાબત સારી રાખજો, દિલ નીડર રાખજો અને મનને કેળવણી આપજો.
તમારા મિત્રા એવા હોવા જોઇએ કે તેમની ઊંડામાં ઊંડી અને ખાનગીમાં ખાનગી વાતમાં પણ કયાંય કટુતા અને ગંદાપણું ન હોય.
બગીચામાં ફૂલો લેવા જઈએ ત્યારે ફૂલને પણ ચૂંટીને પસંદ કરવા પડે છે. એમાં ચીમળાયેલાં પણ ન જોઈએ, અને અર્ધ ખીલેલાં પણ ન જોઈએ. પૂર્ણ વિકસિત પુષ્પ હોય એને જ આપણે લાવીએ છીએ અને ઘરની ફૂલદાનીમાં ભરાવીએ છીએ ત્યારે એની શે।ભા ખીલી ઊઠે છે. પરંતુ, એ ફૂલદાનીમાં નકામાં અને ચીમળાઇ ગયેલાં ફૂલાને ભરીએ તે પરિણામે ઘરની ફૂલદાનીની શે।ભા મારી જાય છે.
બસ, એ જ રીતે, આપણી શોભા મિત્રોથી છે. આપણે જેની સાથે બેસીએ છીએ, ફરીએ–હરીએ છીએ, વાતચીત કરીએ છીએ અને આપણા કિંમતી કલાકો પસાર કરીએ છીએ તે મિત્રો એવા હોવા જોઇએ કે તે ફૂલદાનીનાં સુંદર ફૂલાની જેમ શેાભા અને સુવાસ આપે.
ફૂલદાનીમાં જેમ ફૂલને ચૂંટીટ્યૂટીને ભરીએ છીએ, તેમ જીવનદાનીમાં મિત્રાને ચૂંટીચૂંટીને પસંદ કરીએ. સારા હોય તેને સહર્ષ સ્વીકારીએ અને નઠારા હાય તેનું નામ ન લઇએ.
ΟΥ
પસંદ કરાયેલા મિત્ર પૈકી કાઇક મિત્ર સડેલા છે એવી ખબર પડે તો, સડેલા ફૂલની જેમ, તુરત જ તેને દૂર કરવા જોઇએ. ‘ તુરત જ ’ શબ્દ ઉપર ભાર દઈને કહેવાનું કારણ માત્ર એટલું જ છે કે, એક સડેલું ફૂલ બીજાં દશ સારાં ફૂલને સડો લગાવે છે. પાનની ટોપલીમાં પડેલાં પાંચસોહજાર પાન સાથે બંધાઈ ગયેલુ` એકાદ સડેલું પાન બીજી સવારે ઊગે તે પહેલાં પાંચ-પચીસ પાનને ચેપ લગાડે છે; તેમ એકાદ સડેલા મિત્ર કે એકાદ સડેલા યુવાન ઘણાને નષ્ટ કરી નાખે છે.
સડેલા પાનને લીધે બીજા પાન સડી જાય નહિ તે માટે તો પાનવાળા કાતર રાખે છે; અને જે પાન સડેલું હોય, ડાઘવાળું હોય તેને કાપી નાખે છે. એમ કહે છે : પેરણું હશે તે પેણું ચાલશે, કપાયેલું હશે તે કપાયેલુ ચાલશે; પણ આ સડેલું પાન તો જરાય કામનું નથી.
એ જ રીતે તમારા જીવનમાં જે ભાગ સડેલા હોય તેને કાઢી નાખતાં શીખા; નહિ તો, તમારું સુંદર અને બગીચા જેવુ' મગજ ખરાબ વાતોથી ઉકરડા જેવું થઇ જશે.
એટલે, પહેલી વાત તો એ છે કે મિત્રો સુંદર જોઇએ; કારણ કે, મિત્રોથી જ તમે શાભવાના છે. તમારો મિત્ર જો ખરાબ કામ કરશે તે તેની