________________
સાથે તમે પણ વગોવાશો. લોકે તો એમ જ કહેશે કે, “ ફલાણાની સાથે બેસતો હતો તે આવો નીકળ્યો.'
એટલે, ખરાબ કામ તમારો મિત્ર કરે અને બદનામી તમને સારાને મળે એવું બનશે. માટે, આબ્બી તમે નક્કી કરજો કે, જે લોકે બીડી પીતા હોય, જે લોકો જૂઠું બોલતા હોય, જે લોકો ગાળાગાળી કરતા હોય, જે લોકો ગંદી–ગંધાતી વાતો કરતા હોય, તેવા પ્રકારના સોબતીથી આઘા જ રહેશો અને તેમને કહેશો કે અમારી મૈત્રી રાખવી હોય તો બધી બદીઓથી દૂર રહેવું પડશે. જો બદીઓ હોય તો અમે નહિ અને અમે હાઇએ તો બદીઓ નહિ. બેમાંથી ગમે તે એકનો સ્વીકાર કરવાની તમને સંપૂર્ણ છૂટ છે. તમે જો આટલું ધ્યાન રાખશો તો પછી તમે જોશો કે તમારું મિત્રમંડળ એટલું સુંદર હશે કે તમે વાતો કરશો તો પણ સારી સારી હશે. પછી તમારા જીવનમાં એક એવું સુંદર સ્વપ્ન નિર્માઇ રહેશે, જે તમને મહાન બનવાની પ્રેરણા આપશે.
આપણા સાંસ્કૃતિક ઇતિહાસનાં પાનાં ઉથલાવશો તો જોશો કે સીતાજી, દ્રૌપદી, ગાળી જેવી અસંખ્ય સ્ત્રીઓ આપણી સંસ્કૃતિને આદર્શ રજૂ કરતું જીવન જીવી ગઈ છે. આજની યુવતીઓ એ વિભૂતિઓ જેવું
જીવન જીવવાનો આદર્શ નક્કી કરે તો આપણું સમાજજીવન સ્વર્ગ સમું સોહામણું નીવડે.
પરંતુ, આજની આપણી બહેનો તો પેલી એક્ટ્રેસ કેવો ડ્રેસ પહેરે છે, કેવાં ગીત ગાય છે, કેવી અદાથી ચાલે છે, કેવાં છત્ય કરે છે એ બધાનું અનુકરણ કરે છે. આદર્શ નારી બનવાને બદલે એકટ્રેસ બનવાનાં પતનકારી સ્વપ્ન સેવે છે. દેશનું આ દુર્ભાગ્ય છે..
' તમે અત્યારથી જ ઉચ્ચ વિચારોનું સેવન કરજો. તમારી પસંદગી હંમેશાં શ્રેષ્ઠ જ હોવી જોઇએ. દુનિયામાં જે લોકો પોતાના જીવન માટે કનિષ્ઠ કે અનિષ્ટ તત્ત્વોની પસંદગી કરી બેઠાં છે તે લોકો ઠીકરાં થઈને કૂટી ગયાં છે. તમે જો મહાન બનવા માગતા હો તો ઉચ્ચ અભિલાષનું સેવન કરો. જગતમાં જે મહાન તરીકે પંકાઈ ગયા છે તેમનાં જીવનચરિત્રો ભણી નજર નાખો. આજે જે મહાપુરુષ તરીકે ઓળખાઇ રહ્યા છે તેમના વર્તમાન જીવનમાંથી પ્રેરણા મેળવો. એમની ખેતભરી જીવનચર્યા ઝીણવટથી જુઓ. અને તમે નક્કી કરો કે આપણે પણ મહાન કેમ ન બનીએ?
બે હાથ, બે પગ, બે કાન, બે આંખ, મોટું અને નાક તેમની પાસે છે તેવાં જ આપણી પાસે પણ છે. આપણે તો એ શકિતઓને સદુપયોગ કર