________________
કોઈ જાતનો ભય નથી. જ્યારે ગર્દભી (ગધેડી)ની આસપાસ દશદશ બચ્ચાં ફરતાં હોવા છતાં પણ, એને રેતીના થેલા ઉથામવા પડે છે અને ડફણાં ખાવાં પડે છે. દશ દશ દીકરા હોવા છતાં એના જીવને નિરાંત નથી; જ્યારે સિંહણને એક જ સંતાન હોવા છતાં એને કાળજે ટાઢક છે.
તમે આવા, સિંહણના સંતાન જેવા કેમ ન બનો? તમે એવો વિચાર કેમ ન કરો કે ઘરમાં તમે એકલા હોવા છતાં પણ તમારે લીધે તમારી માતાને, તમારા પિતાને, તમારા બાંધવોને અને તમારા વડીલોને શાંતિ અને સુખ હોય. તમારા વિચાર, તમારી વાણી અને તમારું વર્તન જોઇકરીને તમારાં માબાપ, તમારા વડીલો અને તમારાં સ્વજનો મનમાં ને મનમાં પ્રસન્ન થાય એવા કેમ ન થવું ?
તમને જોઇને એમને થાય કે કેવા સરસ સદ્ગુણો છે, કેવી સરસ-મધુર વાણી છે, કેવું નિર્દોષ અને નિષ્કલંક વર્તન છે, અને કેવી સુંદર જીવનવ્યવસ્થા છે ! આવી અહોભાવના એમના મનમાં જાગે તો જ તમારું જીવ્યું સાર્થક ! બીજી બાજુ તમે એવું પણ કરી શકો કે તમારા જીવનની અવ્યવસ્થા જોઇને તમારાં વડીલોના દિલમાં ગમગીની પેદા થાય, તમારી કટુ વાણી સાંભવળીને એમને થાય કે અરર, આવી કટુ વાણી?! તમારું વર્તન જોઈને એમને થાય કે આવું અસદ્વર્તન ? ! આમ તમને પોતાના દીકરા તરીકે ઓળખાવતાં તમારાં માબાપ શરમાય, શિષ્ય તરીકે ઓળખાવતાં તમારા ગુરુજન લજવાય અને મિત્ર તરીકે ઓળખાવતાં સાચો મિત્ર મૂંઝાય એવા પણ તમે થઈ શકો. મતલબ કે, કેવા બનવું અને કેવા નહિ, એ તમારા પોતાના હાથની વાત છે.
. તમે એવું વર્તન કેળવો તમને જોઇને તમારા શિક્ષક –ભલે તેમની પાસે એક જ વર્ષ ભણ્યા છે છતાં ગૌરવ લે અને કહે કે આ મારો વિદ્યાર્થી છે તમારા માબાપને એમ થાય કે આ મારો કુળદીપક છે અને એ જ અમારી પાછળ અમારા વિચારની, આચારની અને સંસ્કારની જ્યોતને જલતી રાખવાનો છે. ' આવું ત્યારે જ બની શકે, જ્યારે તમે જીવન જીવવાની સાચી દિશા આજથી જ નક્કી કરી લો અને તે મુજબ જીવવાનો નિર્ણય કરો. - આવો નિર્ણય શી રીતે લઇ શકાય ?
આવો, હું તમને રસ્તો બતાવું, મદદ કરું.
તમે તમારા જીવનમાં ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખજો. એક સત્સગનું, બીજાં અભયનું અને ત્રીજ કેળવણીનું. બીજા શબ્દોમાં કહું તે,