________________
સુધી બીજો ઉપાડીને ફરીશું ?
જૂનો થાય ત્યારે ઘરના થાંભલાને પણ હટાવી દેવામાં આવે છે. તે પછી, માણસ ઘરડો થાય ત્યાં સુધી એની એ હડીઓ-દોટ કાઢયા કરે, એની એ પંચાત કૂટયા કરે, એની એ ઉપાધિઓ વહોર્યા કરે, એના એ રાગદ્વેષ રચ્યા કરે તો છેલ્લે પોતાની સાધના કયારે કરે ?
તમે ગમે તે ક્રિયા-પ્રવૃત્તિ કરો, પરંતુ ધ્યાન રાખતા જાવ કે આ બધું ભેગું કરેલું હવે મારે માટે નકામું છે.
પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે આપણા ચિત્તમાં સમાધિ હોય તો મૃત્યુની ઘડી પણ સમાધિમય બને. .
જિંદગીમાં જીવ્યા, તમારી સાથે હળ્યામળા, સારું દેખાય એવું કામ કર્યું અને આ હવે અમે ચાલ્યા–આવી ભાવના અંતકાળે મુનિવ્રતવાળાની હોય છે. એટલે તો કોક કવિએ સાચું જ કહ્યું છે :
અનંતના પ્રવેશદ્વારે મૃત્યુ તો પરિચારિકા, જીણું વસ્ત્ર પહેરીને નવીનને પહેરાવતી; એ મૃત્યુથી, હે માનવી, તુ કાં ડરે તુ શું ડરે?
અનંતના પ્રવેશદ્વારે મૃત્યુ તે પરિચારિકા (નર્સ) જેવું છે. એ આવીને, કોથળા જેવાં ફાટી ગયેલાં વસ્ત્રો બદલાવી નાખી નવાં વસ્ત્રો પહેરાવે છે.
આજે તો સંભળાતું ન હોય તો માનવી કાને ભૂંગળું માંડે છે. જોવાનું ન હોય તો મોટા મોટા કાચ રાખીને જાએ છે. ચવાતું ન હોય તે ચોકઠાં ગોઠવીગેઠવીને ચાવે છે. એક ભાઈને મેં હમણાં જોયા. મને અચરજ થયું: “આ શું કરો છો !” ત્યારે જવાબ મળ્યો : “આ વાળ ધોળા થઇ ગયા છે એટલે કાળા કરવાની દવા ચોપડું છું!'.
અરે ભાઈ, જયાં આખું મકાન જ સડી ગયું છે ત્યાં રંગરોગાન કે * પ્લાસ્ટર શું કામ આપશે ?
જેને આટલી વાત સમજાઈ છે તે તો આ દુનિયામાં નિર્ભય થઇને ફરે છે. નથી સમજાઈ તેને તો ચોવીસે કલાક મૃત્યુનો ડર રહે છે..
જેણે મૃત્યુ માટેની માનસિક તૈયારી કરી રાખી હોય છે તેને માટે મૃત્યુ તો મહોત્સવ જેવું બની રહે છે. આવો માનવી જ આ દુનિયામાં આનંદપૂર્વક જીવનની મોજ માણી શકે છે.
પણ, ખૂબીની વાત એ છે કે લોકો ભગવાનનાં નામ લે છે, જાપ કરે