________________
પિલી છોકરીએ ઉત્તર આપ્યો :
ભૂ હુઆ, ભૂખા રહા, ઉગ્ર કિયા વિહાર, તબકા થાકા હે સખી, પડા દબાવે પાંવ, ‘ગયા જન્મમાં આ માણસ જમીન પર સૂઈ રહ્યો હશે. તપ પણ કર્યું હશે. પગપાળો પ્રવાસ પણ એણે કર્યો હશે. એ વખતનો જે થાક લાગ્યો હશે તે આજે પગ દબાવરાવીને ઉતારી રહ્યો છે.”
એટલે, આજે આપણને જે મળ્યું છે તે આપણી બુદ્ધિને લીધે નહિ, આપણી આવડતને લીધે નહિ, આપણી હોંશિયારીને લીધે નહિ, પણ આપણા પુણ્યને લીધે મળ્યું છે.
આપણા કરતાં ડીગ્રીવાળા ઘણા હોંશિયાર હોય છે. ડબલ ગ્રેજ્યુએટ ઘણા બુદ્ધિવાળા હોય છે. એ પાછા તમારી પાસે સ્કોલરશીપ માટે આવે છે ને કહે છે કે, “હું ફર્સ્ટ કલાસ ફર્સ્ટ આવ્યો છું અને મારે ઈગ્લેન્ડ જવું છે, તો સ્કોલરશીપ માટે કંઈક ગોઠવણ કરી આપે.' - બુદ્ધિથી જો મળી શકતું હોય તો એ લોકો વધારે બુદ્ધિવાળા હોય છે, આવડતથી મળતું હોય તો એમનામાં આવડત પણ ઘણી હોય છે, પણ એવું કંઇ નથી હોતું, એ તો ભાગ્યને લીધે હોય છે.
આ ભાગ્ય ક્યાં દોરી જાય છે એની કંઇ ખબર છે તમને ? .
એક જ દિવસે, એક જ મુહુર્તે, એક જ ક્ષણે એક છોકરો લાખો રૂપિયાની મિલકતવાળાને ત્યાં જન્મે છે. તે જ દિવસે, તે જ મુહૂર્ત અને તે જ ક્ષણે બીજો છોકરો લાખ રૂપિયાના દેવાવાળા કંગાલને ત્યાં જન્મે છે. મોટા થયા પછી લાખ રૂપિયાના દેવાવાળાનો છોકરો આખી જિંદગી વૈતરું કૂટીને લાખ રૂપિયાનું દેવું પતાવે છે ને ઉપરથી વધારે દ્રવ્ય મેળવી સમાજમાં સ્થાન અને માન મેળવે છે. જ્યારે બીજી બાજ જન્મતા વેંત જ સોનાના ચમચા સાથે મજા કરનારો છોકરો મોટો થયા પછી લાખોની મિલ્કત વેડફી દઇને દેવાદાર થાય છે અને સમાજમાં હડધૂત થાય છે.
એક જ મુહુર્ત, એક જ દાણ હોવા છતાં પણ, પેલો જન્મોત્રી જોવાવાળો શું જશે? એક જ સેકન્ડમાં કેટકેટલા જન્મ થાય છે તેની આપણને ખબર છે ? પળ–ક્ષણ સમાન હોવા છતાં માર્ગ જાદા સર્જાય છે એનું કારણ શું ? એક જ ક્ષણે જન્મેલાઓમાંથી એક દિવસે દિવસે સંપત્તિમાં– સાધનમાં તેજસ્વી બનતો જાય અને બીજો દિવસેદિવસે બધી રીતે ક્ષીણ