________________
મળેલાને છોડવાની મહત્તા જ મહાપુરુષોએ ગાઈ છે. મેળવી લેવું અને ભોગવી લેવું એમાં તો કાંઈ મહત્તા નથી.
ગયા ભવના પુણ્યને લીધે જ આ બધું તમને મળ્યું છે. એ મળેલી વસ્તુ એકલા ભોગવટામાં જ પૂરી કરી નાખીએ તો પૂરી થાય, પણ પછી આગળ શું ? અહીં તમને એક ઉપયોગીદૃષ્ટાંત આપું.
એક રાજા ઘોડા પર બેઠો. તે વખતે બે બહેનપણીઓ લાકડાં વીણવા જઈ રહી છે. •
આ બેમાં એક વિદુષી છે, બીજી ઓછી ભણેલી છે. બેય બહેનો જંગલમાં લાકડાં–છાણાં વીણવા જઇ રહી છે.
પેલા રાજાને થયું : ઘોડા ઉપર મને ફાવતું નથી. એટલે એણે ઘોડાને ઊભો રાખ્યો અને હુકમ કર્યો. એટલે તરત જ નોકર આગળ આવ્યો અને હાથી રજૂ કર્યો : 'સાહેબ, આપ હાથી ઉપર બિરાજો.'
પછી પેલે રાજા હાથી પર બેઠો. થોડી વાર પછી એણે કહ્યું : ‘હાથી ઉપર પણ મને ફાવતું નથી.” એટલે એના માટે પાલખી આવી. રાજા પાલખીમાં બેઠો અને આગળ ચાલ્યો.
આગળ ચાલતાં પડાવ આવ્યો. તંબુ બાંધેલા હતા. ગાલીચા બિછાવેલા હતા. રાજાસાહેબ પાલખીમાંથી ઊતર્યા અને સીધા ગાલીચામાં જઈને લાંબા થઈ ગયા. પગચંપી કરનારા આવ્યા અને પગ દાબવા લાગ્યા. માલીસ કરનારા માલીસ કરવા લાગ્યા.
- લાકડાં અને છાણાં વીણનારી પેલી જે છોકરી હતી તે જોતી જોતી ચાલી જાય છે. એમને વિચાર આવ્યો કે આ બધું શું ? પહેલા ઘોડા ઉપર બેઠા, પછી હાથી ઉપર બેઠા, વળી પાછા પાલખીમાં બેઠા. પછી અહીં આવીને સૂઇ ગયા. એને વળી થાક ક્યાંથી લાગ્યો કે આ પગચંપી ચાલે છે? . એટલે એક પ્રશ્ન ઉઠાવ્યો :
ઘડે છે હાથી ચઢે, હાથી સે સુખપાલ, - કબકા થાકા હે સખી, પડા દબાવે પાંવ ?
એક છોકરી બીજીને પૂછે છે, એને ક્યારે થાક લાગ્યો કે આ સૂતાં સૂતાં પગ દબાવરાવી રહ્યો છે ? એને આ બેસવાનો થાક તે નથી લાગ્યોને? શ્રમનો અભાવ પણ ઘણી વાર શ્રમ ઉત્પન્ન કરે છે.