________________
છોકરું નાનકડું હોય ત્યારે એને બાબાગાડી જોઈએ. બાબાગાડી વિના એ પડી જાય. મોટું ને તંદુરસ્ત થાય ત્યારે જ એ બાબાગાડી વિના ચાલી શકે.
મન પણ તંદુરસ્ત બને ત્યારે જ ટેકા વિના ચલાવી શકે છે કે જોઇને એ છે એનો અર્થ એ કે, મન હજી માંદલું છે, રોગિષ્ટ છે, અશકત છે.
સાધુઓને ભગવાન મહાવીરે પહેલી વાત એ જ કરી કે, “જોજો, તમે સાધનોના ગુલામ ન બની બેસો. જગત તો સાધન આપશે. તમે ત્યાગને માર્ગે નીકળેલા છો તો ભેગ તમારા માર્ગમાં આવીને ઠલવાશે. પણ એ ભોગને જો ઉપભોગ કરવા ગયા તો રામજી લેજો કે, તમારા જેવા ગુલામ દુનિયામાં બીજા કોઈ નહિ હોય. કારણ કે, પેલા તો પોતાની વસ્તુના ગુલામ હશે, જ્યારે તમે પારકી વસ્તુના ગુલામ હશો. પેલાને માટે તે વસ્તુ સ્વાધીન હશે, જ્યારે તમારે તો પારકા પાસેથી મેળવવાની હશે. એટલે પછી તમારે એ સાધનવાળાએની ખુશામત કરવી પડશે. એમને રાજી રાખવાજીહા કરવાની પ્રવૃત્તિ કરવી પડશે. આવી હાલતે ત્યારે જ ઊભી થશે, જ્યારે તમે સાધનોના ગુલામ બની ગયા હશો.
તમે જો સાધનોના ગુલામ બની ગયા તો પછી તમે જગતના પણ ગુલામ જ છો. એટલે ભગવાન મહાવીરે કહ્યું કે, વસ્તુઓ મળે છતાં તમે છોડજો. અને એટલા માટે જ સાધુઓ આકરામાં આકરા નિયમો સ્વેચ્છાપૂર્વક સ્વીકારે છે.
સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલા નિયમો ખરેખર આનંદ આપે છે. ઉપર હોવાનો તે અનુભવ કરાવે છે.
શિયાળાની સવારે ઠંડા પાણીથી નહાનારાની મઝા કોઇ જુદી જ હોય છે. એમ, સાધન વિના જીવવું, સાધનોને ઓછાં કરીને જીવવું એમાં પણ એક પ્રકારની અનેખી મઝા છે.
તમે સાધનો સાથે વાત પણ કરી શકો કે, તમે ઘણાને ગુલામ બનાવ્યા હશે, પણ અમને નહિ બનાવી શકો. આ રીતની વિચારશકિત મન જ્યારે સ્વસ્થ અને તંદુરસ્ત હશે ત્યારે જ ઉત્પન્ન થશે.
પૂર્વના પુણ્યના લીધે આજે આપણને બધું મળી ગયું છે. મળ્યું છે એ બધું ભોગવવા માટે નહિ, એનો ત્યાગ કરવા માટે તૈયાર રહેજો. ભોગવવા કરતાં છોડવામાં વધારે શકિત છે.