________________
બનતા જાય એનુ` કારણ શું ?
આનુ... કારણ પુણ્ય છે. પુણ્યના ઉપભાગ કરીને આપણે પુણ્યના ક્ષય નથી કરવાના, પણ પુણ્યની વૃદ્ધિ કરવાની છે. અને એ યાદ રાખવાનું છે કે જે ભાગ્ય મળેલુ હોય તેને ભૂંસી નાખવુ એ સહેલી વાત છે; પણ ભાગ્યનું નિર્માણ કરવું એ મુશ્કેલ વાત છે.
જયપુરના એક શેઠ કાગળ એવા અક્ષરે લખે કે વાંચી શકાય નહિ. એ શેઠ જ્યારે જાતે એક વાર આવ્યા ત્યારે જેમને કાગળા મળેલા તે મુનીમ કાગળ કાઢીને ઘડીકમાં કાગળના અક્ષરો સામે જજુએ અને ઘડીકમાં શેઠ સામે જજુએ. અને વિચારે કે આ ધનપતિના આવા અક્ષર ? એટલે શેઠ પોતાના કપાળ પર હાથ મૂકી કહે, ‘મારા અક્ષરો સામે શું જુએ છે, અમારા
ભાગ્ય સામે જુએ.’
મને એ શેઠની વાત એટલા માટે યાદ આવી કે, તે વાત એમ કહી જાય છે કે, માણસ ભાગ્ય લઈને આવેલા છે અને એ ભાગ્યનું હવે વધારે નિર્માણ કરવાનુ છે.
ભાગ્યનિર્માણ વડે માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ મહાન બને, જીવનની દૃષ્ટિએ પણ મહાન બને, આત્માની દૃષ્ટિએ પણ મહાન બને અને વ્યવહારની દૃષ્ટિએ પણ મહાન બને એવું આપણે કરવાનુ છે.
મનને જો કેળવી લેવાય, મનની જો ખિલવણી થાય તે જ જીવન
સાચી દિશામાં જીવી શકાય.
આ મનની કેળવણી આજે તે અનિવાર્ય છે. તમારું મન જેટલું કેળવાયેલું હશે તેટલા પ્રમાણમાં તમે તમારા ભાગ્યનું નિર્માણ કરી શકશે... મન જો કેળવાયેલું નહિ હોય તો ભાગ્યના વિનાશ થઈ જશે.
પેલા ફળિયુગને જયારે રાજાએ પૂછ્યું કે હવે તું કર્યાં વસીશ ? ત્યારે કળિયુગે કહ્યું હતુ કે હવે હું લક્ષ્મી હશે ત્યાં વસીશ. આગળ પૂછ્યું કે, તારો આકાર શું હશે ? તું કયા રૂપમાં આવીશ ?” ત્યારે કહે કે હું જુગારના રૂપમાં આવીશ, કતલખાનાના રૂપમાં આવીશ, દારૂના પ્યાલાના રૂપમાં આવીશ અને વ્યભિચારના રૂપમાં આવીશ. આ ચાર રૂપે મને ત્યાં જાજે.’
આ વાર્તાલાપને વિચાર કરવા જઇએ તો આપણને લાગે કે જ્યારે સ’પત્નિ આવે છે ત્યારે ભાગ્ય હોય, પુણ્ય હોય, ગુરુએની કૃપા હોય અને