________________
એ. વખતે એને તો એમ કહેવું જોઈએ કે તું તારે ફાવે તેમ કરને ભાઈ ! અત્યારે તો મુકત બનીને આવ્યો છું.
જો આપણે બે ઘડીને સાચો આનંદ માણવાની ટેવ પાડી હોય તે એ બે ઘડીની ટેવમાંથી આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ. પણ વાત એ છે કે, એનો અનુભવ જે રીતે કરવો જોઇએ તે રીતે કરવા માટે આપણે પ્રયત્ન કરતા નથી.
છાપામાં લડાલડી કરે, હું મોટો ને તું ખોટો' એવી વાત કરે એ બધા યોગીશ્વર નથી; એ બધા સાધુ પણ નથી; એ તો બધા બહારની વાત કરનારા છે. યોગીને તો કંઈ લાગે જ નહિ.. એ તો કહે કે તું તારે ફાવે એમ કર અને હું મારે માર્ગે ધીમે ધીમે જઉં છું. આવો માણસ જ સાચો ગી
શ્વર છે. બાકી, આજે તો નિરનિરાળાં વિશેષણો લાગે છે. એવા વિશેષણ કે તે સાંભળીને જ આપણે ભડકી જઇએ. કોઈ કહે જગદગુરુ, તે કોઈ કહે ન્યાયરત્ન; કોઈ કહે વ્યાકરણરત્ન, કોઈ કહે સાહિત્યરત્ન, તો કોઈ કહે કવિકુલશિરોમણિ.
પણ જો તમે આવા હો તો દુનિયા તમને કેવી માનતી હોવી જોઈએ? તમે જો ખરેખર જગરુ છે તે તમારી તરફનો આદર કેવો હોવો જોઈએ?
આખા જગતની વાત જવા દઈએ તોપણ, કહો, તમારો આખો સમજ પણ તમને અંદરથી માને છે ખરો?
તમે જો કવિરત્ન હો કે કવિકુલશિરોમણિ હો, તો તો દુનિયાના બીજા વાદીએ તમારી સામે ઊભા પણ ન રહી શકે. -
ખરેખર, તમે જો એવા હો તો તમારા મુખમાંથી વાણી ઝરે ત્યારે સરસ્વતી પ્રત્યક્ષ આવી ઊભેલી હોવી જોઈએ.
પરંતુ, હકીકતમાં એવું નથી. આજે તે વિશેષણો બહુ સહેલાં થઈ ગયાં છે. એનું પરિણામ એ આવી ગયું છે કે વિશેષણનું મૂલ્ય જે રહેવું જોઇએ એ આજે રહ્યું નથી. શબ્દો આજે સસ્તા થઇ ગયા છે... અને તેની વપરાશ છૂટથી કરવામાં આવે છે.
મુનિ' શબ્દ પણ આજે સહેલો થઇ ગયો છે. પરંતુ, જો આપણામાં મુનિ-ધર્મ આવી જાય તો આ સંસાર-સાગરને તરી જઇએ. .
આચાર્ય' એ એકજ વિશે પણ એવું છે કે તેની સરખામણીમાં બીજાં બધાં વિશેષણો ઉપર કાળી ચોકડી મારવી પડે. એમાં છત્રીસ ગુણ પડેલા છે. એ ઇન્દ્રિયોને સમૃદ્ધ કરે, ચાર કશાયને જીતે, પંચાચારને પાળે, નવ પ્રકારની ગુખી રાખે-આવા પ્રકારના છત્રીસ ગુણો તેમનામાં હોય છે.
૧૦૨