________________
બામ લગાડીએ છીએ, અને તે રીતે આરામ અનુભવીએ છીએ. બીજી દવા તો એવા વિચારમાંથી ઉદ્ભવી હોય છે કે, આ માથું દુખ્યું તો ખરું, પણ એ દુખ્યું શેનાની? આ પ્રશ્નમાંથી એ શોધી કાઢે છે કે કબજિયાત છે, પેટમાં ખેટો ભરાવો થયેલો છે, એટલે માથું દુખે છે. આ પછી એ પેટને બગાડ કાઢવાની દવા આપે છે. આ આંતરિક દવા છે. બહારથી બામ ભલે લગાડે, પણ અંદરને મળ જશે નહિ ત્યાં સુધી માથાનો દુખાવો મટશે નહિ.
આ રીતે જ્ઞાનીઓ પણ આપણને અંતરની દવા બતાવે છે. એ કહે છે કે બહારની સૌમ્યતા તમે ઘડીભર રાખશો, પણ જો તે અંતરમાં ઊતરી નહિ હોય તો કોઇક દિવસ પણ એને ભડકો થયા વિના રહેવાનો નથી.
- તમારી પ્રકૃતિમાં વણાયા વગરની કોઈ પણ વસ્તુ કેળવી શકાવાની નથી. એટલે, તમે જે વસ્તુ કરવા માગતા હો તેને તમારે લોહીની અંદર એકાકાર બનાવી દો. એમ કરશો ત્યારે એ તમારું જીવન બની જશે. પછી તમે ઊંઘતા હશે કે જાગતા હશે, પણ તમારી પ્રકૃતિ તમને નહિ છોડે. ગીતામાં કહ્યું છે:
પ્રતિં શાન્તિ ભૂતાન નિઝ ત્િ સ્થિતિ છે ? કોઇની ઉપર તમે ગમે તેવું દબાણ લાવશો, ગમે તેટલી કી શાખશે, ગમે તેટલી ચાંપતી નજર રાખશો તોપણ માનવની પ્રકૃતિમાં જે પડી ગયું તેની સામે બહારનું નિયંત્રણ કશાય કામમાં નહિ આવે.
માણસ આજે એટલો બધો હોંશિયાર બની ગયો છે કે, બહારનાં ગમે તેટલાં નિયંત્રણો હશે તો પણ એ ધારેલાં કર્યા વિના નહિ રહે–ભલેને પછી આસપાસ અનેક ચેકીદારો મુકાઈ ગયા હોય.
એટલા માટે જ મહાપુરુષે કહે છે કે બહારનું નિયંત્રણ કદાચિત થોડીવાર સુધી રહેશે ખરું, પણ જો એની પ્રકૃતિમાં પલટો નહિ આવે તો એ વાળેલી કમાનની જેમ રહેશે. જ્યારે કમાન છૂટશે ત્યારે ડબલ જોરથી ઊછળશે. અથવા તળાવના ટૂંબડા જેવી દશા થશે. ઉપર હાથ દબાવેલ શખછે ત્યાં લગી અંદર રહેશે ને હાથ ઉઠાવી લેશો કે તરત જ જોશભેર ઉપર આવી જશે.
આપણે પણ બહારથી નિયંત્રણ મૂકવામાં માનતા હોઈએ છીએ... આપણે સમજણને નહિ, જોરને મહત્ત્વ આપીએ છીએ.
જોરજલમ ને દબાણને લીધે જે વસ્તુ દબાઈને બેઠેલી હોય છે તે વાટ જોઈને બેઠેલી હોય છે. અને તેથી જ એ છૂટે છે ત્યારે બમણા જોરથી ઉછાળો મારે છે.