________________
દડાને જો ઠેકાણે મૂકવા હોયતો ધીરેથી મૂકવા પડશે. જોરથી ફેંકશે! હો તો એ બમણા ઊછળશે અને જે ખૂણામાં મૂકવા હશે તેનાથી વિરુદ્ધ દિશામાં ચાલ્યા જશે. અહીંથી જો દડો સામે ફેંકીએ તે સામી દીવાલે અથડાઇને એ આપણા હાથમાં આવે છે.
ક્રિયા અને પ્રતિક્રિયા ( Actions And Reactions ) એ સાયન્સના અને માનસશાસ્ત્રના એક નિયમ છે. એટલે જ્ઞાનીએ કહે છે કે જ્યારે તમારી પાસે વિચાર આવે ત્યારે એ કયાંથી આવ્યો એ પહેલાં સમજો. એની સાથે વિચારણા કરો અને પછી જ આચરણમાં મૂકો.
જે માણસા સમજીને ક્રોધને છેડે છે તે માણસ હજરો રૂપિયાનું નુકસાન થશે છતાં ક્રોધ નહિ કરે. કારણ કે સૌમ્યતા એ એની પ્રકૃતિનું અગ બની ગયું છે. નમ્રતાને જે સમજે છે તેને ગમે તેટલાં પ્રલાભના મળશે છતાં પણ અહંકાર અને માનમાં નહિ લપટાય. કારણ કે નમ્રતા એ એની પ્રકૃતિતું એક અંગ બની ગયુ હોય છે.
તે જ રીતે, જે લોકો દાનમાં—સંતોષમાં સમજે છે તે લોકોની પાસે ધનના મેોટો ઢગલા કરી નાંખશેા તે પણ એ નજર સુદ્ધાં નહિ નાંખે. એ તે કહેશે, મારે એને શું કરવું છે ?
આર્યાવર્ત માં જે ગ્રંથોની રચના થઇ છે તે સંતાએ કરી છે. અને તેથી તેમના જીવનની સુવાસ પણ એમાં આવેલી છે.
વિલાસી માણસા અને દુનિયાની ભૌતિક સંપત્તિ પાછળ ઘેલા થયેલા માણસાએ લખેલુ લખાણ કદાચિત તમને ઉશ્કેરાટ આપનારું નીવડશે. પરંતુ એ તમારા દિલને કદી શાન્ત કરી શકશે નહિ.
આજે નવલકથાઓ લખાય છે. પણ લેખકો તો એની વધારેમાં વધારે આવૃત્તિ બહાર પાડીને વધુમાં વધુ પૈસા કેમ લૂંટવા એના રસ્તા શોધતા હોય છે. એટલે એમના એ લખાણની પાછળ પણ તૃષ્ણાની આગ પડી હોય છે; અને તેથી જ તેમનું સાહિત્ય વાંચનારી પ્રજા અસ ંતોષના ભડકામાં બળી રહી હોય છે. કારણ કે લખનારાઓના દિલના આતશ એમનાં લખાણામાં પડયો હોય છે.
•
જેમનાં ચિત્ત હર્યા ભર્યા છે, જેમનાં મન પ્રશાંત છે, જે સંતાપની અંદર મેંગ્ન છે, એમના મુખની વાણી શાંતિ-સમાધાન આપનારી હોય છે. આવું સમાધાન અને શાંતિ પેલા અસ ́તષની આગમાં બળનારો માનવી નહિ આપી શકે.
એટલા માટે જ પેલા ઋષિ-મુનિએ અને ત્યાગીએ ભલે દેહમાં
૧૧૯