________________
રહેતા હતા, છતાં તેમણે સમજણ દ્વારા મનને કેળવ્યું હતું.
સાધુ હોય કે સંસારી હોય, એણે દેહના ધર્મો, દેહની માગ તો પોષવી જ પડશે. પરંતુ એ માટેનો યોગ્ય વિચાર કરીને તેના ઉપર જે મર્યાદા મૂક વી એનું નામ “વિવેક ” અને મર્યાદા ન મૂકવી એનું નામ “અવિવેક.'
જે મળે તેમાં સંતોષ માનનારો માણસ ખરેખર વિવેકવાન છે. - શ્રીમંતોનું કામ એ છે, કે જે લોકો વિરકત હોય તેમની ખબર રાખ. વી. વિરકત જો માગવા જાય તો એ ભિખારી બની જાય. આજે આપણી દશા જોશો તો જણાશે કે સાધુઓને માગવું પડે છે. .
સાધુઓ તમને એમ કહે કે તમારે આટલા રૂપિયા ભરવા પડશે. આમ કહેવું તે જ સાધુતાનું લીલામ છે.
સાધુને ફંડફાળાની શી જરૂર છે. એમને તો બધાય વિના ચલાવતાં આવડવું જોઈએ. આવી દશા અંતરમાંથી ઉદ્ભવતી હોય છે. ને એ આવે ત્યારે એની મસ્તીને આનંદ કંઈ જાદ હોય છે.
પહેલાં ત્યાગીનું કામ એ હતું કે તે સંસાર તરફ ઉપેક્ષા સેવતા અને સંસારના રાગીઓ તેમની ખબર રાખતા. આ રીતે બંનેને સમન્વયામક ધર્મ જળવાતો હતો.
આજે બંને જણા પોતાના જીવનના પંથ ચૂકી ગયા છે. પરિણામ એ આવી ગયું છે કે, સાધુઓ ઘેરઘેર માગતા ફરે છે અને તેને લીધે સાધુતાનું દર્શન જે પહેલાં માનવીને માટે ગૌરવની ગાથા સમું હતું તેના બદલે હીન બની ગયું છે.
- આજે સંસારી એમ માનતો થયો છે કે સાધુને તો થોડા પૈસાથી ખરીદી શકાશે. એટલે મોટામોટા પૈસાદારો માને છે કે આખરે મહારાજ જવાના
ક્યાં છે........છેવટે આપણા બંગલે આંટો મારવા આવવાના જ છે. પાંચ-દશ હજાર રૂપિયા જોઈતા હશે તે ટીપ લઈને આપણી જ પાસે આવશે. બીજે
ક્યાં જશે ? પરિણામે, એમના મનની અંદર એક એવી રાઇ આવી ગઈ કે અમારી પાસે પૈસા છે અને પૈસા હશે તો અમે સાધુઓને પણ ખરીદી શકીશ. જયારે એક જમાનામાં એક ઘડી એવી હતી કે સાધુઓ એમ સમજતા કે સાધુતાને ખરીદવા માટે તો સાધુતા જ જોઈએ. સાધુતા એ કંઇ દુનિયાની વસ્તુઓથી ખરીદી શકાય એવી વસ્તુ નથી. *
તે તમે જે કાર્ય કરવા બેસો તેમાં જ્યાં સુધી તમારું આત્મવિલેપન નાહિ થાય ત્યાં સુધી તમને એ કાર્ય આનંદ નહિ આપે --ભલે પછી એ દુનિયાને વ્યવહાર હોય, ભગવાનની ભકિત હોય કે કોઈ બાળકને દૂધ
૧૨૦