________________
પાવાનું હોય. તમે જે કામ કરવા બેઠા હો તેમાં આત્મવિલોપન કરશો તો જ તે વસ્તુ તમને આનંદદાયક બનશે. બાળકને આયા પણ દૂધ પાતી હોય છે અને મા પણ દૂધ પાતી હોય છે. છતાં બન્નેની દૂધ પાવાની ક્રિયામાં કેટલો બધો ફેર પડે છે ? રસોઈયો રોટલી બનાવી આપે અને ઘરની સ્ત્રી રોટલી બનાવી આપે એ બેમાં અંતર ખરું કે નહિ? હાથથી બનાવેલી રસોઈ પીરસવામાં આવે છે ત્યારે તેની પાછળ ભાવના હોય છે, અર્પણ હોય છે, પ્રેમ હોય છે અને સેવાનો સંબંધ હોય છે.
ભાડૂતી માણસ તો રોટલી બનાવી બનાવીને ફેંકે જ જાય છે. પરંતુ તેની પાછળ કેવળ પૈસાનો સંબંધ હોય છે. લાગણીને કોઈ પ્રવાહ હોતો નથી. મા બાળકને દૂધ પાતી હોય ત્યારે દૂધ નહિ પણ હેત પાતી હોય છે. આયાનું દૂધ પીનાર બાળકનું શરીર કદાચ પુષ્ટ થશે, પરંતુ આત્મા પુષ્ટ નહિ બને. આજે મોટા ઘરનાં છોકરાંઓ આયાઓના હાથમાં ઊછરે છે. પરિણામે એને માતૃસ્નેહ મળતો નથી. પરિણામે માતૃસ્નેહ, માતૃસંસ્કાર અને માતૃહાર્દ મેળવ્યા વિનાનાં બાળકો વિકૃત (Abnormal ) પાકે છે. અને એ વિકૃતિ મા–બાપને ઘડપણમાં સહેવી પડે છે; કારણ કે એ છોકરાં માબાપના દુશ્મન બને છે.
સંસ્કારનું સિંચન પામ્યા વિના Abnormal બનેલું બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ વધારે વિકૃત બનતું જાય છે. અને તેને લીધે આસપાસનું વાતાવરણ પણ ઝેરી બને છે અને એ ચારે બાજા વિસ્તાર પામે છે. એટલા માટે જ કહ્યું છે કે ભાવના એ કોઈ જાદી વસ્તુ છે..એ ભાવનાપૂર્વક તમારા કામમાં આત્મવિસર્જન અને આત્મનિમગ્નતા ઊભી કરશો તો એ કામ દીપી ઊઠશે.
'માણસ જ્યારથી દુનિયાની વસ્તુઓ ભેગી કરવા માંડે છે ત્યારથી અંતરની દુનિયાખવા માંડે છે. અંતરની દુનિયાને સજાવવી હશે તે બહારની વસ્તુઓને ઓછી કર્યા વિના આરો આવવાનો નથી.
આપણે બહારની વસ્તુઓનો સંગ્રહ એટલો બધો વધાર્યો છે કે, આપણા અંતરનું દીવાનખાનું આજે સાવ ખાલી થઈ ગયું છે. '
આજે માનવીનું ધ્યાન બહારની વસ્તુઓના સંગ્રહ ઉપર કેન્દ્રિત થયું છે અને અંતરની દુનિયાનું સાવ દેવાળું નીકળ્યું છે. આજે માનવી ના જીવનમાં કોઇ આદર્શ નથી. કોઈ ભાવનામય સ્વપ્ન નથી અને તેથી માનવી બહારની દુનિયા ભેગી કર્યા વિના કરે પણ શું ?
એટલા માટે જ માણસના જીવનમાં ધ્યેયાત્મક કોઇક સ્વપ્ન અને દયે-
૧૨૧