________________
યાત્મક એક વિચાર તો હોવાં જ જોઈએ, જેના આધારે માનવી જીવનમાં ધીમે ધીમે આગળ વધી શકે.
આપણા જીવનમાં આપણને થાક તો ત્યારે જ લાગે છે કે જ્યારે આપણા મનમાં કોઈક કામ પાછળનો આદર્શ નથી હોતે. જેના જીવનમાં કોઈ ધ્યેય નથી હોતું તેનું જીવન વૈતરા જેવું બની જાય છે.
આજે તે કોઇક ફૂટપાથને ભિખારી છે, તો કોઈક વળી મહેલને ભિખારી છે. આખરે મન તો બંનેનાં સરખાં છે. કેઈકને એક રૂપિયો જોઈએ છે, કોઈકને સો જોઇએ છે; કોઈકને હજાર જોઈએ છે, કોઈકને લાખ કે કરોડ જોઇએ છે. ભિખારીઓની કક્ષામાં કઇ ફેર નથી. મન તો એ જ છે. હા, દેખાવમાં થોડોક ફેર છે ખરો. જ્યાં સુધી આપણા મનની ભૂખ મરી નથી ત્યાં સુધી આપણે ભિક્ષુક જ છીએ. અને આ ભિખારીવૃત્તિ આપણને ધીમેધીમે હીન બનાવી દેનારી છે, એ જ
જેમ એક સુંદર પુષ્પ પર ભમરો આવીને તેમાંથી રસ લે છે, છતાં પુષ્પને દુઃખ આપતો નથી કે એને ચીમળાવી નાંખતો નથી; અને છતાં પોતાના આત્માને સંતૃપ્ત કરે છે એ જ રીતે, આ દુનિયાની અંદર સાધુ કોઈને ત્યાં લેવા માટે જાય ત્યારે પેલાનું રસોડું' ખાલી કરીને ચાલ્યો નથી આવતો. પરંતુ એને ત્યાં બનાવેલી વસ્તુઓમાંથી થોડુંક લે છે, જેથી આપનારને ત્યાં એછું થાય નહિ અને પોતાનું કામ ચાલી રહે. આમ બેચાર ઘરેથી મેળવીને પોતાના આત્માને પરિતૃપ્ત કરે છે.
અને..આમ ફરવા જતાંય ન મળે તો સાધુને વળી ઔર આનંદ. મળી જાય તો સંયમ પળાય છે અને ન મળે તો તપવૃદ્ધિ થાય છે. મળી જાય તોપણ મજા છે, ન મળી જાય તે પણ મજા છે. ઇધર ભી વાહવાહ ઉઘર ભી વાહવાહ. આવા ત્યાગનો રંગ બહુ ઊંડે હોય છે. આપણા આમાને આ રંગ જ લગાડવાનો છે.
આપણને અત્યારે જે રંગ લાગ્યો છે તે હજુ કાચો છે. આપણને ગળ મજીઠને રંગ નથી લાગ્યો. એકવાર રંગાઈ તો જઇએ છીએ, પણ ફરીથી પ્રસંગના પાણીમાં ઝબકોળતાં રંગ ગુમાવીએ છીએ.
દરેકમાં સંતોષ, દરેકમાં શાંતિ, દરેકમાં સમાધાન—આ રંગે જ જીવનને સારી રીતે ઝળકાવનારા રંગે છે.
એટલે જીવનમાં સફળતા મેળવવાની અમૂલ્ય ચાવી–સ્વભાવની નમ્રતા” આપણે કેળવવી પડશે.
આપણે ઘણા લોકોને કહીએ છીએ, કે, તે બહુ સંતોષી છું,
૧૨૨