________________
પણ મનની અંદર મેળવવાની આગ સતત બળતી જ હોય છે. ત્યારે ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર જીવનની આસપાસ ફરનારાં બંધન છે. એ ચારેચાર બંધનો હોવા છતાં ચાપણે ઘણી વાર બહારથી સૌમ્ય (નમ્ર) દેખાઈએ છીએ. પણ ભગવાને તેને કહ્યું છે કે તારે ક્રોધને ઉપશાંતિથી હણી નાખવો જોઈએ. અને પ્રકૃતિને સૌમ્યતામય બનાવી દેવી જોઈએ. નમ્રતા વડે તારા અહમને તારે હણી નાખવું જોઈએ. અને પ્રકૃતિને નમ્રતામય બનાવવી જોઈએ. તારે સંતેલ વડે લોભને હણી નાખવો જોઈએ. આથી તારી પ્રકૃતિ પરમ સતષમય બની જાય. અને સરળતા વડે કરીને તારે માયાને હણવી જોઈએ. આથી તારું જીવન સરળતામય અને સુખી બની જશે.'
, ૧૨૩