________________
ચાટતા ચાટતાં આનંદ કરવા લાગ્યો. એ જ રાત્રે એનું આયુષ્ય પૂર્ણ થયું અને એ મૃત્યુ પામ્યો. એનો બીજો અવતાર એક ધનાઢયને ત્યાં શાલીભદ્ર તરીકે થયો.
દાન દીધા પછી આપણે એવો વિચાર જ લાવવો નહીં કે, સારું થયું આ બાપડાનો ઉદ્ધાર થયો. આપણે એવો વિચાર કરવાનું છે, કે જિંદગીમાં એક સુંદર તક મળી, કે આપણે આટલું દાન દઈ, આટલા ભારમાંથી હળવા થઇ ગયા..
આવું દાન કોઇ કેળવણીની સંસ્થામાં આપો કે કોઇ ધર્મની સારી સંસ્થા ઊભી કરો. એના દ્વારા શિક્ષણ, સંયમ, સંસ્કાર, સભ્યતા એવી સારી સારી વસ્તુઓ સમાજને પ્રાપ્ત થશે. એવા પ્રકારના સ્થાનમાં જ્યારે આપણે દાન આપીએ છીએ ત્યારે આ દાનધર્મ વડે આપણા ધર્મનું સિંચન થાય છે. એટલે પહેલી વાત દાનની કહી.
બીજી વાત છે શીલની. શીલ વગરનો માણસ એ કહોવાઈ ગયેલા, કીડા પડેલા, ગંધાતા કૂતરા જેવો છે. એ જેને ત્યાં જાય એને ત્યાં એને લીધે ભય ઉત્પન્ન થાય કે આ તો શીલ વગરનો છે, એટલે એનાથી ચેતતા રહેજો.
શીલ એ એવી વસ્તુ છે કે જેના જીવનમાં એ આવી ગયું એનો સંસાર સુધરી ગયો. એ રીતે આપણે સંસારની અંદર આવીએ અને શીલ કેળવીએ. એક બાજા દાનધર્મ હોય અને બીજી બાજ શીલધર્મ હોય. સંસારસાગર તરવા માટે શીલધર્મ બહુ સુંદર વસ્તુ છે.
એટલા માટે જ વજાસ્વામીના પ્રસંગમાં આવે છે કે એમને રુક્મણિ નામની કન્યા મળે છે. ધનાવા નામનો શેઠ પહેરામણીમાં એક કરોડ સોનામહેર દેવા માટે તૈયાર થાય છે. પણ એ તો એવા મોટા મુનિ છે કે, ધનાવા શેઠ આપે છે પણ એ લેતા નથી. ત્યાં એક સરસ લીટી લખી છે કે :સમકીન શિયળ તૂબ લઈ કરમ, મેહસાગર કિો છો રે; તો કેમ ડૂબે નારી નદીમાં, એ તે મુનિવર માટે રે,
* એમણે તો સમકીત અને શીલનાં ઝૂંબડાં લીધાં છે. મોહના સાગરને શિયળ અને સમકતને કારણે નાને બનાવી દીધો છે. નારી એ તો નદી છે. એમાં એ બે નહિ. કારણ કે એમની પાસે શીલ ને સમકિીત બે નંબડાં છે. - આજે એ લૂંબડાંની જરૂર છે. એ ઝૂંબડાં જો તમારી પાસે હોય તો આ સંસારસાગરમાં તરી જાઓ. પણ એ શીવનું ટૂંબડું મળવું બહુ મુશ્કેલ છે.
સંસારમાં ડૂબતા માણસો તમને હજારો મળશે, પણ તરતા માણસો તે કોઇક જ મળશે. ડૂબવું સહેલું છે; તરવું મુશ્કેલ છે. પડવું સહેલું છે;