________________
લખાયું નહિ ધર્મના રાઇમર ઉપયોગ કાઢવા માટે થઈ રહી છે.
આપણે ઘણી વાર એમ કહીએ છીએ કે, આજે મારે અંતરાય નડ, લોટ નાખ્યાનમાં ન આવી શકશે. પણ કોઈ દિવસ તમે એમ કહ્યું ખરું કે અંતરાવને લીધે હું આજે દુકાને ન જઈ શક્યો? એ વખતે તમને અંતરાય નહિ નડવાને; કારણ કે સારા સારા એ શબ્દો આપણી નબળાઈને ઢાંકવા અને પોષવા માટે આપણે વાપરીએ છીએ.
પરંતુ જ્યારે આત્મામાં જાગૃતિ આવશે ત્યારે અને તમારે ધર્મ કરવો હશે ત્યારે દુનિયાનું એક પણ તત્ત્વ એવું નથી કે જે આડે આવે. |
મુંબઈ જેવા શહેરમાં માનવી પેટને માટે કેટલીય દોડાદોડ કરે છે. પરંતુ ધર્મ કરવા માટે અને વ્યાખ્યાન સાંભળવા માટે લોકોને સ્થળો દૂર પડે છે. પરંતુ જ્યારે આપણને એનો રંગ લાગશે ત્યારે આપણને માઇલ પણ નજીક લાગવાના. જેનું મન જોરદાર છે એને દૂર કાંઈ નથી. મન જેનું નબળું છે એને નજીક કાંઈ નથી.
એટલા માટે જ કહ્યું છે કે જે દૂર છે એ મનથી કરીને નજીક છે.
એટલે, માણસનું મન નક્કી થઇ જાય પછી એ ગાઉના ગાઉ અને પંથોના પંથ કાપે પણ ત્યાં પહોંચ્યા વિના રહે નહિ. તે બિલકુલ થાકે નહિ. - એક વખત એક માણસ કહે કે, ભગવાનના દર્શન કરવા નીકળનારને દુનિયામાં રોકનાર કોણ છે ? પણ બધાએ કહ્યું કે ધર્મની પાછળ બહુ ઘેલ ન થા. ભગવાન મહાવીર ક્યાં નાસી જવાના છે?
પેલો કહે છે : “બીજો અવાજ સાંભળવા મારી પાસે કાન નથી. મારા કાનમાં એજ્યારે ફક્ત મહાવીરનો જ અવાજ આવી રહ્યો છે.'
. જેના મનમાં એક જ અવાજ ગુંજતો હોય એના કાનને બીજો અવાજ ગમતો નથી. પરંતુ આપણે તો સત્તર અવાજો સાંભળીએ, પણ એકેયમાં ઠેકાણું ન હોય.
એના કાનમાં એક જ અવાજ હતો. આંખમાં એક જ છબી હતી. અને મનમાં પણ એક જ મૂર્તિ હતી. એ દર્શન કરવા નીકળ્યો ત્યારે ગામના દરવાજા બંધ થવાની અણી પર હતા. કોઇકે એને કહ્યું કે, બહાર તો ભય છે. પણ એ સાંભળ્યા વિના જ જોતજોતામાં એ બહાર નીકળી ગયો. એને ઝાલવા માટે બહાર જવાની તો કોઇની હિંમત નહોતી.