________________
ઘૂંટણે પડી એણે પ્રા ના કરી : મને માફ કરો. મારી અક્કડાઈએ મને મરણના નિકટમાં આણ્યો છે. હું મારા જીવનની ભીખ માગું છું. '
તમે કાંઈ અપરાધ કર્યો નથી કે મારે તમને માફી આપવી પડે. પણ એટલું ખરું કે, હું મારા અમલદાર પાસે સત્તાનું જે સૌજન્ય અને માનવતાની સૌરભની ઇચ્છા રાખતા હતા તે ન મળ્યાં. પણ એને બદલે મને મળી પાશવતાની ગંધ! માનવીના અધિકારના વિકાસ થતા જાય તેમ એની માનવતાના પણ વિકાસ થવા ઘટે. એને બદલે એની પાશવતાના વિકાસ થતા જાય, એ કેટલી શેાચનીય બીના છે. સત્તામાં કે પદવીઓમાં માણસાઇ નથી પણ એની સુંદર સંસ્કારિતામાં છે. ’
આ અદ્ભુત વાત બીજા અમલદારોએ જાણી ત્યારે બધા ચકિત થઈ
ગયા.
૧૯૯