________________
એલેક્ઝાન્ડર : ‘ત્યારે તો મેજર !'
વાહ! તેં કલ્પના તે બરાબર કરી! તું ખરેખર, હોંશિયાર છે. તારી બોલવાની છટા પણ સુંદર છે. વારુ, હવે મને કહે જોઈએ, તું કોણ છે ?'
સલામ ભરી એણે કહ્યું : “સાહેબ મારો તો વળી શો હોદ્દો હોય ?' મેળ૨: “છતાં કાંઈક તો હોવો જોઈએ, તારી બોલવાની રીત પરથી!” એલેક્ઝાન્ડર : ‘ત્યારે આપ કલ્પના કરો જોઇએ.' મેજર : “ ગ્રામપંચાયતનો મેમ્બર.” એલેક્ઝાન્ડરે કહ્યું : “એથી ઊંચે.' મેજર : “ કોર્પોરલ !” ધીરે સ્વરે એલેક્ઝાન્ડરે કહ્યું: ‘એથીય ઊંચે. ચકિત થતાં મેજરે પૂછયું : “ત્યારે તો લેફટનન્ટ ! એલેક્ઝાન્ડર : ‘એથીય ઊંચો.’ મેજર : “કેપ્ટન !” એલેક્ઝાન્ડર : “એથી પણ ઊંચો !' ઝીણી નજર એની સામે નાખી, ધારીધારીને જોઈ પૂછયું : “મેજર !'
એથી પણ આગળ.' જરા સભ્યતા જાળવી મેજરે પૂછયું : “આપ કર્નલ !' એથીય આગળ ચાલો.' મૂછમાં હસતાં એલેક્ઝાન્ડરે કહ્યું.
ત્યારે તો આપશ્રી જનરલ સાહેબ છો.’ ચીરૂટ ફેકી નમન કરતાં મેજરે કહ્યું.
એથીય આગળ.' એલેકઝાન્ડરે ઉત્તર વાળ્યું. લશ્કરી સલામ ભરતાં ભાંગ્યાતૂટયા શબ્દોમાં કહ્યું : ‘આપ સાહેબ ફિલ્ડ માર્શલ !” બે ડગલાં આગળ વધી, મેજરના ખભા ઉપર હાથ મૂકતાં એણે કહ્યું: “વળી એક વાર કલ્પના કરો જોઇએ.
મેજરનો કંઠ રૂંધાઈ ગયો. કાયા કંપવા લાગી. શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. ટોપી ઉતારી એમના પગમાં પડતાં એણે કહ્યું : ' આપ નામદાર રાજાધિરાજ પ્રજાપાલક મહારાજા પોતે જ છો !'
પોતાની ઉદ્ધતાઇ અને અક્કડાઈનું જે કારમું પરિણામ આવવાનું હતું એ યાદ આવતાં એનું હૈયું કંપવા લાગ્યું. સત્તાનો મદ તો ક્યારનેય ગળી ગયો હતો. હવે તો ગળી રહ્યું હતું એનું શરીર અને ગળી રહ્યાં હતાં એનાં હાડકાં !
૧૦૮