________________
નામ પર લાખ કરોડો માનવીઓ કુરબાની આપવા તૈયાર હતા. એના હૈયામાં માનવતાનો દીપક સદાય જલતો રહેતો. વૈભવના વાયરા એ અમર દીપકને બુઝાવવા અસમર્થ હતા.
એક વાર ગામડિયાના ગુપ્ત વેશે રશિયાની પ્રજાની જીદનચર્ચા જોવા એ નીકળ્યો. એકલો જ પરિભ્રમણ કરતો, એ એક નાનકડા શહેરમાં પેઠો. અને એની નજર પડી એક અક્કડ લશ્કરી અમલદાર પર!
ચાર રસ્તા આગળ એક સુંદર મકાનની ભીંતને ટેકો દઈ એ અમલદાર ઊભો હતો. એના ઊભા રહેવાની ઢબ કોઇ અણનમ અક્કડ પહાડની પ્રતીતિ કરાવતી હતી.
બે પગ પહોળા કરી, છાતી ફુલાવી, મૂછો પર વળદઇને બેપરવાથી ચીરૂટ પીતા લશ્કરી પોશાકમાં સજજ થયેલ આ અમલદારને જોઈ, એલેફઝાન્ડર તો દંગ થઈ ગયો. માનવી સત્તાના મદમાં આટલો મત્ત થઈ જતો હશે એની કલ્પના આવા મહાનુભાવને તો આવવી જ અશક્ય છે! નમ્ર માનવ બધાને નમ્ર જ માને. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ !
જાણે સહજભાવે એલેક્ઝાન્ડરે તેને નમન કરી પૂછયું : સાહેબ, કાલેગા જવાનો માર્ગ કયો !”
આ તો ઊંદર સિંહને કહે છે કે, તારા દાંત ગણવા દે, તેના જેવું થયું. નાના માનવીને વળી મોટા માણસ સાથે વાત કરવાનો શો અધિકાર ? એમાં વળી એક સાધારણ ખેડૂત અસાધારણ મેજરને પ્રશ્ન પૂછે એટલે તે આવી જ બન્યું ને ! ઘૂરકીને ગર્વથી ચીરૂટનો ધૂમાડો કાઢતાં એણે કહ્યું :
‘નાકની ડાંડીએ સીધો ચાલ્યો જા.' . સત્તાથી છકી ગયેલા અમલદારની મગરૂરી પર એક ગૂઢ હાસ્ય કરી સમ્રાટે કહ્યું : 'સાહેબ ! આપને ખોટું ન લાગે તે, એક વાત પૂછું?”
ગર્વથી એણે ટૂંકો ઉત્તર વાળ્યો : “પૂછે !'
“સાહેબ ! આપનો હોદ્દો કોઈ મોટો લાગે છે ! આપ હમણાં કયા હોદ્દાને શોભાવો છો ?'
‘તું જ કલ્પના કર જોઈએ ! “ ધુમાડાને ગોટો એના મોઢા પર ફૂંકતાં એણે કહ્યું. '
આપનો હોદ્દો લેફ્ટનન્ટ હોવો જોઈએ. “ મેજર : “એથીય ઊંચો.”
જરા આશ્ચર્યચકિત થતાં એલેક્ઝાન્ડરે કહ્યું : “તે પછી કેપ્ટન !' મેજર : એથીય ઊંચો.”
૧૦૭