________________
હદયના મર્મને વીંધી નાખે એવા માર્મિક શબ્દમાં સુશીલાએ કહ્યું: વાંધો નહિ, આપ એના પર ખુશીથી પગ મૂકો. ભલે એ બગડી જાય ! તમે તમારું ને મારું જીવન જ જ્યાં બગાડવા બેઠા છો ત્યાં આ ગાલીચો શું વિસાતમાં છે? જીવન કરતાં આ ગાલીચોને વસ્ત્રો કાંઈ મોંઘાં નથી. આનાં મૂલ્યાંકને કોઈ દિવસ આપણા અમૂલ્ય જીવનથી અધિક થનાર નથી. તમે જો મારું અમૂલ્ય સ્ત્રીત્વ લૂટો છો અને તમારું કિંમતી પુરુષત્વ વેડફો છો, તે ભલે બગડી જતાં આ વસ્ત્રો ! સર્વસ્વને સળગાવવા જે તયાર છે, તે તણખલા માટે શાને રહે ?'
આ વેધક શબ્દો વિઘ તચંદ્રના હત્યામાં વિદ્ય તની જેમ તીવ્ર અસર ઉપજાવી ગયા. એનું હૈયું ચિરાઈ જવા લાગ્યું. અને પશ્ચાત્તાપની એક વિરાટ જવાળા પ્રગટી. વિવેકનાં નેત્રો ઊઘડી ગયાં અને એના હૈયામાં અને ક પ્રકારનાં આન્દોલન ઊપડયાં : “અરે, મેં આ શું ચિન્તયું ! વિશ્વાસ ઘાત ! સતીત્વને નાશ ! મારા સંયમનો ભંગ ! અને સ્નેહથી સર્વસ્વ ધરનાર મિત્રો દ્રોહ !'
એને આંખે અંધારા આધ્યાં. લજ્જાથી મુખ અવનત બન્યું. એકદમ એ સુશીલાનાં ચરણોમાં ઢળી પડ્યો. આંસુથી એના પગનું પ્રક્ષાલન કિશ્વા લાગ્યો. પશ્ચાત્તાપથી કૂણું બનેલું હસું બોલવા લાગ્યું : “દેવી !
ઓ દેવી ! મને બચાવ ! શિયળની મૂર્તિ સુશીલા ! તું માફ કર. મારા જેવા પતિતનો ઉદ્ધાર તું નહિ કરે તો બીજાં કોણ કરશે ? મા ! તું તો ધન્ય છે. પાશવતાની દુર્ગંધથી ગધાતા મારા હૈયામાં તે તો આર્ય સંસ્કૃતિની અમર સૌરભ પ્રસરાવી છે. મારા આ અન્ધકારમય જીવનમાં તારી આ શિયળની જ્યોત પથદર્શક બને !” આટલું કહી એ ચાલતો થયો.
એ ગયો તે ગયો. ફરી કદી એ ન દેખાયો. આજે પણ એના મિત્રો શધ છે. પણ એને પત્તે કયાંય લાગતો નથી.
સત્તાનું સૌજન્ય
‘લાઇક ઑફ એલેકઝાન્ડરમાં એક સુંદર પ્રસંગ આવે છે. જે માનવને–વિશેષ કરીને સત્તાધીશોને-કર્તવ્યની ભૂમિકા ભણી દોરે છે. આ પ્રસંગ જેટલો રોચક છે, તેટલો જ રોમાંચક પણ છે !
એલેક્ઝાન્ડર પહેલો, રશિયાને પ્રાણપ્રિય સમ્રાટ હતો. સમ્રાટ તરીકે નહિ, પણ એક આદર્શ માનવ તરીકે રશિયાનાં પ્રત્યેક નર-નારીના હૈયામાં એનું સ્થાન અજોડ હતું. એનું નામ ચારે દિશામાં પ્રસરેલું હતું. એના
૧૦૬