________________
૧૩૨
આપણે જોવાનુ` એ છે કે, માણસ પછડાય નહિ, પણ ઊંચે ને ઊ ચે જાય. જે માણસ આજ કરતાં આવતી કાલે પેાતાને એક ડગલુ આગળ જોવાની ઝ’ખના સેવે છે એ માનવી જ જીવનમાં મ ગલ સ્થાપી શકે છે.
આજ કરતાં આવતી કાલે જે માનવી એક ડગલુ પાછળ પડયો છે એ માનવી જ જીવનમાં ગુમાવે છે,
યાદ રાખજો, પૈસાને ગુમાવવા એ કંઈ બહુ મેાટી વાત નથી. જીવનમાંથી એક વાર જો મંગળમય તત્ત્વ ચાલ્યું ગયું તે તે પાછુ. ફરીથી જીવનમાં આવે એ બહુ મુશ્કેલ વાત છે. એટલા માટે આપણી બધી શકિતઓને– મનમી, કાયાની અને વાચાની તમામ શકિતને—જીવનમાં મંગલમયતા લાવવા માટે વાપરવાની છે.
હિટલર પાસે પણ શકિત હતી. એ કંઇ ઓછા સમથ નહેતા. એની પાસે બુદ્ધિ હતી, શકિત.હતી, સાધને હતાં. પણ એણે પોતાની શકિત, સાધના, બુદ્ધિ અને વૈજ્ઞાનિક પ્રયોગોના ઉપયેગ માનવજાતના ધ્વંશ કરીને જગત ઉપર જીત મેળવવા માટે કર્યો.
હિટલરે આટલી બધી શકિતએ મેળવી પણ એ શકિતનું પરિણામ શું આવ્યું ?—વિનાશ. એની વિનાશક શકિતએ માનવજાત ઉપર પણ વિનાશ વેર્યા અને એના ખુદના પણ વિનાશ કર્યો. આપણી શકિતઓ અન્ય કોઇની ઉપર વિનાશ વેરે નહિ અને આપણને પણ વિનાશને માર્ગે દોરી ન જાય, એટલી આપણે કાળજી લેવાની છે. આવી કાળજી વિચારવાન માનવી જ રાખી શકશે.
જે માનવી વિચારની પ્રક્રિયા વડે પરિશુદ્ધ.(Refine) થયેલા હાય, જે માનવી જીવન અંગેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર કરી શકે છે તે માનવી જ ખરેખરો જ્ઞાની છે, ખરેખરો માનવી છે.
આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર તો કરીએ છીએ, પરંતુ તે, પૈસા કેમ વધારે મેળવવા, સરકારને કેમ ઓછા કર આપવા અને બધાને છેતરીને શી રીતે વધારે એકઠો કરવા તે શેાધી કાઢવા માટે કરીએ છીએ.
આજે આપની બુદ્ધિ અને શકિત કેવળ અર્થાતંત્ર પાછળ જ ખર્ચાય છે, જીવનને મંગળમય બનાવવા માટે નથી વપરાતી. આપણી શકિતઓને આપણે જેમ જેમ સૂક્ષ્મ કરતા જઈશું તેમ તેમ આ માનવજીવનમાં આવવાના ઉદ્દેશ અને હેતુ શેા છે તે આપણને સમજાતુ જશે.
કોઇ તમને પૂછે કે તમે આ શહેરમાં શા માટે આવ્યા છે, તે તમે તેના શે! ઉત્તર આપશે ?