________________
નથી. સત્તા વાપરીને જો વધારેમાં વધારે દબાણ કરશે તે માણસ બહારથી સારો બનશે અને અંદરથી ચેર બની જશે.
મહાપુરુષના હૃદયમાંથી નીકળેલ, ઊંડાણભરેલે, મંથનભરેલો અને અનુભવભરેલો શબ્દ જ જીવનપરિવર્તન આણી શકશે.
જેની પાછળ ચિંતન નથી, મનન નથી કે કોઈ અનુભવ નથી, એવા શબ્દો તો હવામાં એમની એમ ઊડી જાય છે. અહીં મૂકાએલો “મંગલ” શબ્દ પણ બહુ અર્થગંભીર છે, અર્થસૂચક છે.
આપણું કોઈ સ્વજન સારા કામ માટે જતું હોય તો આપણે કહીએ છીએ કે, “જાઓ, તમારું કામ મંગળમય નીવડો.”
આ રીતે આપણે આપણું કામ મંગળમય બને એવું ઇચ્છીએ છીએ.
પરંતુ મહાપુરુષો એમ કહે છે કે, એકલું કામ જ મંગળમય શા માટે બને? તમારું સમસ્ત જીવન જ મંગળમય કેમ ન બને? જેનું જીવન મંગળમથ હશે એનું પ્રત્યેક કામ તો મંગળમય થવાનું જ છે. તેની પ્રત્યેકે પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક આરાધના, નાનામાં નાની વાત પણ મંગળમય બની જાય છે. એટલે મહાપુરુષો કહે છે, તમે થોડીક પ્રવૃત્તિઓને જ મંગળમય બના એના કરતાં તો તમારા સમસ્ત જીવનને મંગળમય બનાવી દો. - જીવનની સમસ્ત ક્રિયાઓ મંગળને સંકેત બની જાય એવું જીવન બનાવવા માટે સુભગ અવસર માનવદેહમાં જ મળી શકે છે. યાદ રાખજો, આ માનવદેહ છૂટી ગયો, એટલે ખેલ ખલાસ. આ જન્મમાંથી ગયા એટલે કયાં જશો એનો કઈ પત્તો નહિ લાગે. આપણા જીવનને મંગળમય બનાવવાનો સુંદર, પુણ્યમય અને પાવન અવસર આ મળ્યો છે. માનવજીવન જેવું સુંદર જીવન વિશ્વમાં એક પણ નથી. દેવો પોતાના જીવનને મંગળમય બનાવી શકતા નથી, કારણ એ ભેગમાં પડ્યા છે.
ભોગી માનવીનું જીવન કદીય મંગળમય હોઈ શકે નહિ, ભેગને ત્યજે એનું જીવન જ મંગળ ભણી પ્રસ્થાન કરે. દેવની શકિત મોટી ખરી, પણ કોની આગળ ? જેનું સમસ્ત જીવન મંગળમય છે તેમની આગળ. આમ દેવો ભગમાં પડ્યા છે અને પશુઓ અજ્ઞાન દશામાં પડ્યાં છે. આ પરિસ્થિતિમાં કેવળ માનવી જ પોતાના જીવનને મંગળમય બનાવી શકે એમ છે.
પરંતુ માનવી જો જીવનધ્યેય ભૂલી જાય, અવિચારી બને અને પ્રમાદ કરે, તે એના જેવું અમંગળ જીવન પણ બીજાં કોઈ ન બનાવી શકે. એટલે માનવી માટે ચઢવાનાં અને ઊતરવાનાં બન્ને સાધનો પ્રબળ છે. એ જેટલો ઊંચે ઊડી શકે છે એટલો જ નીચે પછડાઈ પણ શકે છે.
૧૩૧