________________
(ઈ)
જીવનમાંગલ્યા
તે જના આપણા ચિંતનનો વિષય જીવનમંગલ છે.
જીવન તો છે, પણ એમાં મંગલની સ્થાપના કરવાની છે. આ મંગલ’ . શબ્દ શા માટે? જીવન શું પૂરતું નથી કે આપણે મંગલ શબ્દ મૂકવો પડે?
જ્ઞાનીઓ જ્યારે શબ્દ વાપરે છે ત્યારે સમજીકરીને જ વાપરે છે. નિરર્થક શબ્દ કદીય નથી વાપરતા. એ તે પૂર્ણ વિચાર કરીને ને તોલીને જ શબ્દ મૂકે છે. એટલા માટે જ સામાન્ય માણસોના કરતાં જ્ઞાનીઓના એક શબ્દ ઉપર પણ જ્ઞાનીઓ વધારે વિચાર કરે છે.
કારણ બધાને એ જાતની ખાત્રી હોય છે કે, એ જે કંઈ બોલશે એ વિચારીને બોલશે. એ જે કંઈ કહેશે એની પાછળ કંઈ અર્થ પડેલો હશે. એટલા માટે જ મૂરખનાં સો ભાષણ કરતાં જ્ઞાનીનું એક વચન પણ વધી જાય છે. એટલા માટે જ જ્ઞાનીએ વિચારપૂર્વક ઉચ્ચારેલો શબ્દ એક મંત્ર જેવો બની જાય છે.
બીજા માણસો ભલે હજારો શબ્દ બોલે, પરંતુ એ તો માત્ર બકવાદ તરીકે ઓળખાય છે. એનો કોઈ અર્થ રહેતો નથી. શબ્દ મંત્ર કયારે બને?
જ્યારે એની પાછળ વિચારનું બળ હોય, ચિંતનનું તત્ત્વ હોય; જીવન સમસ્તનું મંથન હોય અને જીવનના ઊંડા ભાવ ભર્યા હોય. આવો શબ્દ જ્યારે આવે છે ત્યારે મંત્ર બનીને આવે છે.
જીવનના અનુભવમાંથી નીકળતો આવો શબ્દ જ્યારે સમાજમાં આવે છે ત્યારે સમાજનો પલટો કરે છે. અને જ્યારે દેશમાં આવે છે ત્યારે દેશનો પલટો કરે છે. અને વ્યક્તિના જીવનમાં આવે છે, તે વ્યકિતને પલટાવે છે.
યાદ રાખજો, માનવજીવનમાં પરિવર્તન તો આવા પ્રકારના જ્ઞાનીઓના શબ્દો જ લાવી શકશે. પૈસો કે સત્તા આવું પરિવર્તન લાવી શકવાનાં
૧૩૦