________________
જ બહારની ટાપટીપ શરૂ થાય છે.
હુ' તો તમને કહ્યુ` છું' કે બહારના એ લપેડાએના માહ છોડીને તમે કંઇક એવું સર્જન કરો, તમારું જીવન એવું બનાવી રહેા કે ભવિષ્યના ઇતિહાસ પણ તમને જજુએ અને બોલી ઊઠે કે આ એક માણસ વિરલ હતા, કે જેણે આવું ઉમદા સર્જન કર્યું....
તમારે આગિયા નહિ, તારા બનવાનુ` છે. અંધારી રાતે ચાલ્યા જતા પથિકને તમારે તા મા દર્શન અને આશ્વાસન આપવાનું છે. ખરી પડવાનો વખત આવે ત્યારે પણ તેલિસાટો મૂકીને તમારે જવાનું છે.
યુવાનીમાં રખડચા કરશેા તે આખી જિ ંદગી સુધી રખડવું પડશે. માટે તમારી જુવાનીને સંભાળી લા. એકાગ્ર બની જીવનની કેળવણી મેળવી લા. અંગ્રેજીમાં પ્રગતિપથનાં જે ત્રણ પગથિયાં બતાવ્યાં છે તે આ છે : Dream, Hope and Admiration તમારી પાસે મહાન બનવાની પ્રેરણા આપતું મધુરું સ્વપ્ન હોય, સુંદર આશા હોય અને દિલમાં અન્યની પ્રગતિ પરત્વેની ખેલદિલીભરી પ્રશંસા હોય તેા તમારા જીવનની પ્રગતિને કોઈ રૂંધી શકશે નહિ. હવે આપણે બીજી વાત પર આવીએ.
જીવનમાં તમે સથા અભય બનજો. કોઈથી કદી ડરશેા નહિ જીવનમાં એકમાત્ર પાપ સિવાય બીજા કશાથી ડરશેા નહિ. તમારી વાણી, તમા રુ' વન અગર તમારા વિચારથી જો કોઇ પાપ થઈ જાય તો જરૂર ડરો. તેવે પ્રસંગે ભગવાન પાસે દોડી જઇને પાપ સામે રક્ષણ માગો.
જેના હૃદયમાં અભયનું સામ્રાજ્ય સ્થપાયેલુ છે એને દુનિયામાં કોઇની બીક નથી. એ જ દુનિયાને પલટો આપી શકે છે.
આમ પહેલી વાત આપણે (સારી સાબતની) વિચારી, બીજી વાત અભયની તપાસી, હવે ત્રીજી વાત વિચારવાની છે મનની કેળવણીની.
તમે દરેક. વાત કરજો, પણ સાથે સાથે મનને કેળવતા જજો. મન એક એવી વસ્તુ છે કે એને કેળવવું પડે છે. જેમ લેાટ બનાવવા હાય તો કણકને કેળવવી પડે, ઘડો બનાવવા હોય તો માટીને કેળવવી પડે, ખમીસ બનાવવું હેય તા કાપડને કાપીકૂપીને કેળવવુ પડે; તે જ રીતે દુનિયામાં કેળવ્યા વગરની કોઈ પણ વસ્તુ કામ લાગતી નથી. તમારા માનસને પણ તમારે કેળવવાનુ` છે. એ કેળવણી માટે શિક્ષણ એ અનિવાર્ય વસ્તુ છે.
હવે પ્રશ્ન એ ઊભા થાય છે કે, કેળવાયેલ માણસની ઓળખ શી ? બિનકેળવાયેલ માણસને દશ શબ્દો કહેવા પડે છે; જ્યારે કેળવાયેલ માણસને માટે એક શબ્દ પણ બસ થઇ જાય છે. ‘A word to a wise,