________________
and a lot to a fool.” ડાહ્યા માણસને એક શબ્દની જ જરૂર છે કે ભાઈ, આમ નહિ, આમ. બસ એ તરત સમજી જશે. પરંતુ જે મૂરખ હશે, ગધેડા જેવો હશે એને ડફણાં પણ ઓછાં પડશે. આપણામાં કહેવત છે કે તેજીને ટકોરો અને મૂરખને ડફણાં.
આ રીતે તમારા માનસને જો તમે કેળવતા જશો તો તમારું મગજ અને તમારું મન સરસ થઈ જશે. જેમ કેમેરાની ચાંપ દાબતાં જ અંદર રહેલી નેગેટીવ પર સામેનું દૃશ્ય તુરત જ ઝડપાઈ જાય છે તેમ, તમારું માનસ પણ એવું કાર્યદક્ષ બની જશે કે જે વાત વડીલો કે ગુજનો કહેશે એ તુરત જ તમારા માનસપટ પર અંકાઈ જશે.
' તમારું મન કેળવાયેલું હશે તો તમારી પાસે આવતી સુંદર વાતો તમારા હૈયાની દાબડીમાં સરસ રીતે સંધરાઇ જશે.
આ રીતે મેં તમારી પાસે ત્રણ વાત મૂકી છે : સારી સોબત, અભય અને મનની કેળવણીની. -
મિત્રોની સોબત સારી હશે તો તમે ફૂલની જેમ મહેકષા કરશો. અભય હશો તો તમારા દિલની અંદર પ્રકાશ છવાયેલો રહેશે. મન કેળવાયેલું હશે તે તમારા આત્માનું સૌંદર્ય વિકાસ પામતું જશે.
આ ત્રણ બાબતો તરફ તમે જો પૂરતું ધ્યાન આપ્યું હશે તો તમે ત.. મારા કુળમાં, તમારાં માતપિતા માટે, તમારા ગુરુજનો માટે એવા બની રહેશે કે તમારે માટે તેમને ગૌરવ લેવું પડશે. તમારે લીધે એ સૌને ઊંચું માથું રાખીને ફરવાનું સદ્ભાગ્ય સાંપડશે. તમારે લીધે તમારું કુટુંબ, તમારી જ્ઞાતિ, તમારો સમાજ અને તમારો દેશ પણ એમ કહેશે કે આ તે અમારો લાડકવાયો છે.
જે રીતે ખેતી કરતા ખેડૂત ખેતરમાં એક દાણો વાવે છે, તે ખેતર તેના વળતરના રૂપમાં ઘણા દાણા આપે છે, તે રીતે મેં જીવનખેતરમાં વિચારરૂપી એક દાણો અહીં વાવેલો છે. યુવાનો તેના વળતરના રૂપમાં આચારના ઘણા દાણા પાછા વાળશે એટલી અપેક્ષા હું રાખું છું.