________________
જ્ઞાને પામી ગયો.
આપણે વિચાર કરવાનો છે કે આજે આપણી દશા એવી બની ગઇ છે કે, બહારના દેખાવમાં, બહારના રૂપરંગમાં, બહારનાં રમકડાંમાં આપણે દોડાદોડ કરીએ છીએ. પણ આપણે આજે અંતરનાં આભૂષણે, અંતરની વાતા–અંતરશકિતઓ ભૂલી ગયા છીએ. પરિણામ એ આવી ગયું છે કે, આજે આપણે ત્યાં જે વાતો થાય છે તે બહારની જ વાતો થાય છે,
અંદર પડેલા ચૈતન્યને બહાર કેમ લાવવું, એ શકિતને કેમ ખીલવવી, આત્માને વિચાર કેમ કરવો, એ અંગેની વિચારણા કે વાત પણ નથી થતી ને થાય છે તો લોકોને ગમતી પણ નથી. ' ,
લોકોને બહારની વાતો જોઇએ છે. એમને બહારના દેખાવે જોઈએ છે. અંતરનું હીર બહાર પ્રગટાવવું નથી અને બહારના દેખાવ કરવા છે. પહેલાં તો અંતરનું હીર પ્રગટે અને પછી જ બહારનો દેખાવ શોભે.
વીંટીમાં નંગ શોભે છે તે વીંટી એ નંગને માટે અલંકાર છે, એને શોભાવનારી બહારની વસ્તુ છે. વીંટી નંગને શોભાવનારી વસ્તુ છે એ વાત સાચી, પણ નંગમાં પોતામાં પણ પ્રકાશ તો હોવો જોઈએ ને? 1 નંગ જ જો કિરણ વગરનું હોય, એ જ જો પ્રકાશ વગરનું હોય, તે એને તમે સોનાની વીંટીમાં મઢો કે એનાથી મેંઘી એવી પ્લેટીનમની વીંટીમાં મઢે તોપણ નકામું છે; કારણ કે, એ નંગમાં જ તેજ નથી.
એટલે મહાપુરુષો જણાવે છે કે બહારની બધી વસ્તુઓ ખરી, પણ તમારું અંદરનું હીર–ચૈતન્યનું હીર હશે તો જ એ શોભશે. અને એ શોભશે તો એવું શોભશે કે ના પૂછો વાત !
પણ તમારું હીર તો તમે જાણતા નથી. યશોવિજયજી મહારાજ કહે છે, “તારી બહારની પૂર્ણતા છે, બહારનું જે રીતે દેખાય છે, તારી મોટરગાડી, કપડાં, પ્રતિષ્ઠા, સમાજમાં મોભાભર્યું સ્થાન, ધનવૈભવ, જમીનજાગીર–આ બધુંય જાણે તને પૂર્ણ બનાવતું હોય એમ જે તને લાગે છે, એનાથી હું પૂર્ણ થઇને ફરે છે. પરંતુ, તારી એ પૂર્ણતા તો અપૂર્ણતા છે. કારણ કે કાં તો એ તને છોડશે, કાં તો તું એને છોડીશ. પરંતુ બેમાંથી એક તો બનશે જ. તો, જેને તારે છોડવી પડે અગર તો જે તને છોડે એને ખરેખર પૂર્ણતા કહેવાય ખરી? પૂર્ણતા તો એ છે, જે તમને ન છોડે અને તમે એને ન છોડો. બહારથી લાવેલી પૂર્ણતા તે માગી લાવેલા દાગીના જેવી છે.'
આમાની અંદરથી જે પૂર્ણતા પ્રગટે છે તે અનંત દર્શનમય, અનંત
૧૦૦.