________________
અંતે તે એ દાબેલી વસ્તુ જવાળામુખી બને છે. અને એ જયારે ફાટે છે ત્યારે આસપાસના વાતાવરણને ખેદાનમેદાન કરી નાખે છે. એમ, આપણી હૃદયગુફામાં દાબી રાખેલી વસ્તુઓ પણ એક દિવસ બહાર આવે છે ત્યારે એવી રીતે બહાર આવે છે કે, માણસને હતો નહતો કરી નાખે છે.
માણસનું પતન પણ આ રીતે જ થાય છે. કોઇને નહિ કહેવા માટે સંતાડી રાખેલી વસ્તુઓ એક દિવસ બહાર આવે છે–જવાળામુખીની જેમ ફાટી નીકળે છે, અને એમાંથી માણસનું પતન સર્જાય છે.'
ત્યારે ડાહ્યા અને જીવનકલાના મર્મજ્ઞ માણસો તે જે જે વિચારો આવે છે તે વિચારો આવતાંની સાથે એનું એપરેશન આવકારે છે. એપેન્ડીસાઈટીસ થયું ને જે દિવસે આપણને તેની જાણ થઇ કે તરત જ એ આંતરડું કપાલે જ છૂટકો. કપાય તે જ માણસ શાનિતથી રહી શકે. '
એમ તમારા મનની અંદર એકાદો પણ અશુભ, અમંગળ, અયોગ્ય અને અપવિત્ર વિચાર પેસી જાય તો એને માટેનો માર્ગ એક જ છે : તાબડતોબ એનું ઑપરેશન કરવું. જો તમે ઑપરેશન નહિ કરો તો, હેરાનગતિ બીજા કોઈને નહિ, પણ એ વિચારને સંતાડી રાખનારા એવા તમને જ છે.
એટલા માટે શિષ્ય આજે પોતાના મનની અંદર ચાલેલા જે વિચારો છે, પોતાના મનની અંદર ઊગેલા જે તર્ક છે, તે ગુર સમક્ષ વિનમ્રભાવે રજૂ કરે છે અને કહે છે કે હું દર્દી છું, તમે મારા ડૉકટર છો. હું તમારી પાસે નિદાન અર્થે આવેલો છું. મારા પર કૃપા કરી કંઈ રસ્તો બતાવો.”
જરા વિચારો : તનની દવા લેવા માટે આપણે કેટલા નમ્ર બનીને જઈએ છીએ? જ્યારે, મનની દવા લેવા માટે ક્યારેય આપણે એટલા નમ્ર બનીએ છીએ ખરા ?
આપણું શરીર જરાક બગડે છે, જે વિષયનો જે નિષ્ણાત હોય તેને શોધી, તરત તેની પાસે દોડી જઇએ છીએ. એ મુંબઇમાં હોય, કલકત્તામાં હોય કે દૂર-સુદૂર વિદેશમાં હોય તો પણ ત્યાં દોડી જવાનો શક્ય પ્રયત્ન કરીએ છીએ અને તનની પધિ શોધી કાઢીએ છીએ.
તમને માટે જો દવાની આવશ્યકતા હોય તો પછી શું મનને માટે દવાની આવશ્યકતા જ નથી એમ તમે માનો છો ?
શું આપણું તને જ એકલું માંદુ છે અને મન માંદુ નથી? મનની માંદગીને આપણને કદી વિચાર આવ્યો છે? આખરે તો તનને પણ જો