________________
કર્યું છે. ક્રોધ આવ્યો ત્યારે એ ડામી ન શકયો, કાબૂમાં ન રાખી શકયો તે એ માણસ ઉપર ચઢી બેઠો અને પરિણામે જિંદગી સુધી સહન કરવું પડયું.
આ ક્રોધ કેને નથી આવતો? જ્ઞાનીઓને પણ આવે છે, અને બીજાને પણ આવે છે. પણ જ્ઞાની ત્યારે કહે છે કે આવ્યો છે તે ભલે આવ્યો, પણ હવે જરા નીચે બેસી જા. કારણ કે હું આવ્યો છે તે, જો બહાર નીકળીશ તે, અમને બધાને હેરાન કરીશ. આપણા મનનું પણ આવું છે. હું મોટો સવાલ ઘણો ઉત્પાત મચાવે છે.
આવી જ રીતે તમને કદાચ એમ થાય કે આ માણસ પાસે આવી સરસ વસ્તુ છે, તો મારી પાસે પણ એવી સરસ વસ્તુ હોવી જોઈએ. આવે વખતે માણસમાં લોભનો રોગ આવે છે. એટલે અમુક વસ્તુ મેળવવાની માણસને તાલાવેલી જાગે છે. એ મળે તેમ ન હોય, એના તકદીરમાં ન હોય, એ માટેનાં સંજોગો ન હોય તો પણ એ લોભી માણસ તો એમ જ વિચારવાને કે ગમે તેમ કરીને એ પડાવી લઉં, મેળવી લઉં ને ભોગવું.
ત્યારે પાંચેપાંચ ઇન્દ્રિયો એની સાથે કામે લાગી જાય છે. આંખ વિચાર કરે છે, કોઈ જોતું નથી ને? કાન ધ્યાન રાખે છે કે, કોઈ આવતું નથી ને ? હાથ વિચાર કરે છે કે કેમ કરીને ઝટ લઇ લઉં ? પગ વિચાર કરે છે કે લઈને ઝટ ભાગી જાઉં. આ બધું કોના કહેવાથી? પેલા લોભના કહેવાથી.
આપણા શરીરમાં ક્રોધ, માન, લોભ વગેરે બધા ભરાઈ બેઠા છે. પણ એ બરાબર સંતાઈને, અને આપણા પોતીકાં થઈને બેઠાં છે.
વૃત્તિએ આપણા કાબૂમાં હોય છે ત્યારે આપણે મહાત્મા બનીએ છીએ. એ જ વૃત્તિઓ છુટ્ટી અને અનિયંત્રિત હોય છે ત્યારે પાપાત્મા બનીએ છીએ. આત્મા ચૈતન્ય-દિવ્યતા તરફ ઊડે છે.
એક છેડે પાશવતા છે, બીજે છેડે દિવ્યતા છે. આપણે પાશવતામાંથી દિવ્યતા ભણી પ્રયાણ કરવાનું છે. વચ્ચે આપણી માનવતાનો સેતુ છે. આપણે સીંએ એ માર્ગે પ્રગતિ કરવાની છે.
આપણી આ નાનકડી, પાંચ–પચાસ–સો વર્ષની જિંદગી છે તેમાં આપણે દિવ્યત્વની ઝાંખી કરીએ એ મુખ્ય કાર્ય છે. અંદરનો જે પ્રકાશમય ખંડ છે, તે સદા બંધ હોય છે. એ ખંડને ઉઘાડવાની ચાવી એટલે આ પ્રેમ, આ મૈત્રી. તમે સૌ એ ચાવી લગાડો અને જાઓ કે અંદરનો ખંડ ખૂલી જાય છે કે નહિ? પ્રકાશથી તમે આનંદિત થાઓ છો કે નહિ? એ ખંડમાં દિવ્યતાનું એવું સરસ સામ્રાજ્ય છે, એવી પ્રકાશની જ્યોત છે, કે માનવ
જીવનમાં જે મૈત્રી કેળવે તે જ એને આહલાદ અનુભવી શકે. [F