SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબ મળે છે : વહુ : પિતાનો દેહ જ ઘેર નર્ક છે. દુનિયા કહે છે કે નર્ક બહુ ખરાબ છે. એ નર્ક ક્યાં છે? રૌરવ નર્કની વાતો ઘણી સંભળાય છે એ વિશે એણે પૂછયું. ત્યારે ગુરુએ કહ્યું કે પહેલું નર્ક અહીં છે અને બીજાં નર્ક પૃથ્વી નીચે છે. આ પહેલું નર્ક એટલે પોતાને દેહ. દેહમાં જ્યારે રાગદ્વેષ વગેરે કીડાઓ ખદબદતા હોય ત્યારે દેહ નર્ક છે; બધાય સમયમાં દેહ એ નક નથી. ખરી રીતે દેહ વર્ગના વિમાન જેવો છે. જે સમયે આપણા ચિત્તમાં રાગદ્વેષની ભઠ્ઠી સળગતી હોય, ક્રોધના અંગારા ધગધગતા હોય, માનના મોટા મોટા પર્વતો ઊભા થયા હોય, માયાની ઝાડીને લીધે અંધારાની અટવામણ ઊભી થઈ હોય અને લોભની ખીણમાં જેટલું આવે એટલું બધું સમાઇ જતું હોય ત્યારે દેહ નર્ક બની જાય છે.. લોભને ખાડો પૂરો થાય એમ લાગે છે? ક્યારે પૂરો થશે આ લાભ ખાડો? ક્યારે ઓછા થશે માનના પર્વતો? ક્યારે કપાઈ જશે આ માયાની ઝાડીઓ ? અને કયારે બૂઝાઇ જશે આ ક્રોધના અંગારા? - આપણો આ લોભનો ખાડો એટલો બધો મોટો છે, એટલો બધો મોટો છે કે સમગ્ર વિશ્વનું ધન એમાં જો ઠલવાઈ જાય તો પણ એ સંતોષ પામે એમ નથી, એટલા માટે જ આપણે વિચારવાનું છે કે જ્યારે આ કોધ, માન, કામ, લોભ, રાગ, દ્વેષ, આપણા શત્રુઓ છે તે જ્યારે અંતરમાં ખદબદતા હોય, એ જ્યારે દેહમાં રમતા હોય અને એમાં રંગાઇને કોઇને ભૂંડો ચીતરીએ, કોકને મારવાનો વિચાર કરીએ, કોકને માટે હરીફાઇઓ કરીએ અને કો’કનું કાટલું કાઢવું એ વિચાર કરીએ ત્યારે આપણું મગજ કેવું થાય છે?. આંબેહુબ નર્ક જેવું, નહિ ? ઘણા લોકો ફોટો લેવડાવે છે. આમ જરા ખાસ્સા બેસે છે. પેલો કહે છે એમ હસતું મેઢ રાખે છે અને ફોટો પડાવે છે. એ વખતે તમે મગજના ફોટા તો લેવડાવો ! પણ ખરો ફોટો તો એ વખતનો લેવા જેવો છે કે જ્યારે તમારી આંખ લાલ હોય, હોઠ ધૂ જતા હોય, અંદરનો પેલો શનું બહાર આવેલો હોય. એ વખતનો આપણો વિકરાળ રાક્ષસ જેવા દેખાવને ફોટો લેવરાવી લટકાવવો
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy