________________
દાન એટલે ખાવા બરાબર છે. કારણ કે ભવાતરની અંદર એ તમારી સાથે આવીને ઊભું રહેવાનું છે.
દુનિયામાં કેટલાય લોક ફૂટપાથ પર અર્ધભૂખ્યા સૂવે છે અને તમારે દૂધ-ચા વગેરે તબિયતથી ખાવા જોઈએ. પણ આ બધું ક્યાંથી આવ્યું ?
એટલે કોઇક તમારો પુણ્યને દોરો ચાલ્યો આવે છે, જેને લીધે તમે આવા પ્રકારની સુખી સ્થિતિમાં મુકાઈ ગયા છો.
આજે લોકો દુ:ખી બને છે એ એટલા માટે, કે જે પુણ્યની ડાળ ઉપર એ બેઠા છે, એ ડાળ ઉપર જ ઘા કરી રહ્યા છે. એના પરિણામે એમના જીવનની અંદર સુખસમૃદ્ધિ આવતી નથી.
એટલે, પહેલો વિચાર એ કરવાનો છે કે, જે દાનધર્મ છે, એ તમે ગયા જન્મની અંદર ક્યાંક કરેલા છે. એના દાણા તમે કોઈક અજાણી ભૂમિમાં, અંધારી રાતે, ક્યાંક વાવ્યાં છે. એ આજે ઊગ્યા છે, અને તમે બેઠાં બેઠાં ખાઓ છો. જો તમે વાવ્યું ન હોય તે સમજો, તમારા ભાગ્યમાં કાંઈ આવવાનું નથી. અને જો તમે લણતા હો, તે જાણજો કે તમે વાવેલું છે.
વાવ્યા વિના મળતું નથી. અને વાવ્યું ન હોય એ કોઈ દિવસ પામી શકતો નથી. એટલે આ દાનધર્મ એક એવી વસ્તુ છે કે, જ્યાં જ્યાં સંજોગે મળે, સાનુકૂળતા મળે ત્યાં, તમારી ઇચ્છા હોય એવાં સ્થાનોની અંદર તમારે દાન કરવું જોઈએ.
* , બેન્કમાં મૂકેલી રકમનું વ્યાજ, તમને બહુ બહુ તે સાતથી આઠ ટકા બેન્ક આપી શકે. પણ આ દાનની બૅન્ક એવી છે કે, જેમાં કોઈ હિસાબ જ નથી. આવા સારા ક્ષેત્રમાં વાવેલા એક દાણામાંથી હજારો દાણા મળી શકે. કારણ કે એ તમારી ભાવનાને આધારે વવાય છે. જેમ જેમ તમે વાવતા જાઓ અને સાથે સાથે ભાવનાને સીંચતા જાઓ, તેમ તેમ દાન ઊગી નીકળવાનું.
પૂર્વભવમાં શાલીભદ્રનું મૂળ નામ સંગમ હતું. એક વખત ગામના શેઠિયાઓના છોકરાઓની સાથે એ રમત હતો. એટલામાં એક ત્યાગી આવ્યા. એમને જોઈને શેઠિયાઓના છોકરા તેમની પાસે ગયા અને કહ્યું: • “મહારાજ, મારે ત્યાં ભિક્ષા લેવા પધારો.”
પેલો સંગમ વિચાર કરે છે, કે આ બધા કેમ દોડ્યા? અને ત્યાં જઈને ને જાએ છે, તો છોકરાએ થાળમાંથી મોદક લઈને ત્યાગીને આપે છે. પણ ત્યાગી એ સ્વીકારવાની ના પાડે છે. સંગમ વિચાર કરે છે, કે આવા સરસ લાડવા આપે છે ને ત્યાગી એ લેતા નથી. બાલ સંગમના નિર્મળ હૈયામાં આ પ્રસંગની છાપ બરાબર કોતરાઈ ગઈ.