________________
કામ કરે છે.
આત્મા જો વિચાર કરવા જાય, તો આ જે ખેલ કર્યા છે એ કોની ખાતર ? સ્ત્રીઓના કલ્યાણ કે ઉપકાર માટે નહિ, પણ તમારો રાગ એના દ્વારા પોષાય છે એટલા માટે તમે લાવીલાવીને ભરો છો. આ જીવે જે કાંઈ કાર્ય કર્યું છે તે એક રાગની ખાતર જ કર્યું છે.
જ્ઞાનીઓ કહે છે કે તમે રાગને માટે ઘણું ઘણું કર્યું, પણ એને અમે દાન નહીં કહીએ. કારણ કે એની પાછળ રાગની ભાવના છે. પણ જો ત્યાગથી કરે તો અમે એને દાન કહીએ છીએ.
એટલી માટે, બને ત્યાં સુધી ત્યાગી પુરુષોના ગુણગાન ગાવાં, સેવા કરવી, ભકિત કરવી. પણ આપણા મુખથી તેમની એક પણ વાર નિંદા ન થાય, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
એટલે પહેલી વાત એ કે, દાન લઈને તમે હર્ષના આવેશમાં આવી જાઓ. દીધા પછી તમે પ્રસન્ન થાઓ, કે આજનો દિવસ બહુ સુંદર પસાર થઈ ગયો. એટલા માટે આ દાનધર્મ કહેલો છે.
બંગાળની અંદર એક સમર્થ દાની થઈ ગયા. એમની પાસે વડીલોપાર્જિત જે કાંઈ ધન હતું, તે બધું સારા માર્ગે દાનમાં દેવા માંડયું. ફકત પોતાના જીવનનિર્વાહ માટે એણે ચાલીસ હજાર રૂપિયા રાખી મૂક્યા.
જ્યારે બધો પૈસો વપરાઈ જવા માંડડ્યો ત્યારે બેરીસ્ટર થયેલા એના ભત્રીજાને થયું કે, કાકાએ આ શું કરવા માંડયું છે? તેણે કાકાને કહ્યું: “કાકા, દુનિયામાં પૈસાની તો કેટલી જરૂરિયાત છે. અને તમે તો બધું દેવા જ માંડયું છે. આ બધું શું કરવા માંડયું છે?”
કાકાએ કહ્યું કે, “મારે ખાનાર કોણ છે? તે કહે : “અમે બધા છીએ !...'
એટલે કાકાએ કહ્યું: હું પાપ કરું, જૂઠું બોલું, અસત્ય કરું, આખી જિંદગી કાળાંધળાં કરું, અને તને આપીને જાઉં? પાપ હું કરું અને એની લહેર તું ભગવે? અને મેં જે પાપ કર્યા એનાં દુ:ખ વેઠવા માટે નર્કમાં હું જાઉં, એમ ને? એ નહિ બને. મેં તો એ વિચાર કર્યો, કે આ સંપત્તિએ મારા દાદાનું ભક્ષણ કર્યું, એટલે મારા દાદા મરી ગયા. એણે મારા બાપાનું ભક્ષણ કર્યું, એટલે મારા બાપા મરી ગયા. પણ એ સંપત્તિ ભેગવી ન શકયા. મને વિચાર થયો કે મારા દાદાને ખાનાર, મારા બાપને ખાનાર, હવે મને ખાઈ જાય એ પહેલાં હું એને ખાઈ જાઉં. એટલે સંપત્તિને હું ખાવા માંડ્યો છું–દાન દેવા માંડ્યો છું.”