________________
દૂર નથી. એ આવશે એટલે ફરીથી મારી ઘટા ખીલી નીકળશે.'
એટલે, આપણે આપણાં મૂળિયાંને ભીના રાખવાનાં છે. કોઈક વાર વસંત ઋતુ, કોઇક વાર ગ્રીષ્મ ઋતુ, તો કોઇક વાર શિશિર ઋતુ આવે. આમ ઋતુઓ તો આવે ને જાય. આ ઋતુની સાથે બધુંય બદલાય, પણ તમારા અંતરમાં જે મૂળ છે, એ મૂળને તમે ભીનાં રાખજો.
જીવનની અંદર તમારે એ જ જોવાનું છે કે, મિત્રો આવે કે જાય, કોઈ તમને બોલાવે કે ન બોલાવે એ વખતે તમે બહુ નિરાશ ન થશો. કારણ કે એ તો પાંદડાં છે, પંખી છે. એ બધાં, તમારાં મૂળિયાં ભીનાં છે એટલે તમારી પાસે આવે છે. મૂળિયાં સુકાઈ ગયાં પછી કોઇ નહિ આવે.
એટલા માટે વડલો કહે છે કે, વસંત અને પાનખર ઋતુની અંદર પણ સમતુલા જાળવી, મેં મારાં મૂળિયાં સાચવી રાખ્યાં છે.
તમે પણ તમારો ધર્મ સાચવી રાખો. તમારો ધર્મ જો તમે જીવંત રાખી શકશો, તો આ દુનિયામાં તમને કોઈ હેરાન કરી શકે એમ નથી. પણ, જો તમારી પાસે ઘર્મ નહિ હોય, તો તમારા જીવનનો એ વડલો ક્યારે ઢળી પડશે એનો કંઇ પણ ભરોસો નથી.
આ વડલાને ભીને રાખવો, એનાં મૂળિયાંને ભીનાં રાખવાં, એનો અર્થ શું ? એનો અર્થ એ જ કે તમે તમારા જીવનના મૂળની અંદર ધર્મને રહેવા દો. ધર્મ એ જ મૂળિયું છે અને એ મૂળિયાંને કેવી રીતે ભીનાં રાખવાં એને આપણે વિચાર કરવાને છે.
ધર્મ એ જીવનની અંદર મૂળ સમાન છે. અને એને સીંચવાલાયક ચાર વસ્તુઓ છે : દાન, શીલ, તપ અને ભાવના. : આ માટે પહેલી વાત એમણે દાનની કહી.
આપણા જીવનની અંદર મુખ્યમાં મુખ્ય વસ્તુ જો કાંઈ પણ હોય તો તે દાન છે. કારણ કે, આપણે જીવનની અંદર હજારોનું લઈએ છીએ. આપણા ઉપર ક્ષણેક્ષણ હજારોનો ઉપકાર ચડે છે, અને એ ઉપકારનો બદલો, આપણે આ દુનિયામાં કોઈ પણ પ્રકારે વાળી શકીએ એમ નથી. . . એને માટે એક જ ઉપાય છે, કે તમને જે સાધનો મળ્યાં છે, એ સાધનો દ્વારા તમે દાનને પ્રવાહ વહાવો. ગૃહસ્થાશ્રમીનો જે દાનધર્મ ચાલ્યો જાય તે પછી એની પાસે કાંઈ પણ રહેતું નથી.
ભગવાન મહાવીરને, જ્યારે શ્રેણિકે આવીને પૂછયું કે, “હે ભગવાન, મારા નર્કનાં બંધનો કેમ તૂટે ?'
ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે, “તારી કપિલા નામની જે દાસી છે