________________
વ એમના પર ન હોવાને કારણે છોકરાઓ અશિસ્ત, ઉદ્ધત, સ્વછંદી અને અસંયમી બની રહ્યા છે. એટલે આજ સુધી ધમેં એક એવું સરસ કામ કર્યું છે કે, બન્નેની વચ્ચે સમતુલા રાખેલ છે.
- ત્રાજવાનાં બે પલ્લાં હોય અને વચ્ચે જો દાંડી ન હોય તો ખબર ન પડે કે કયું ઊંચું નીચું જાય છે. એમ આ દાંડી એ ધર્મની દાંડી છે. એ ધર્મની દાંડીને એક પડખે અર્થ અને બીજે પડખે કામ છે.
એટલા માટે જેણે ધર્મની દાંડી બનાવી છે એવા પ્રકારનો માણસ, અર્થ વડે સમાજનું શ્રેય કરશે. પોતાની કામનાઓને જીતીને, એના દ્વારા સંયમ કેળવીને, એ સંયમ દ્વારા જીવનની અંદર સાધના કરી શકશે.
એટલા માટે મહાપુરુષોએ આપણને એમ જણાવ્યું કે :तत्रापि धर्मम् प्रवरं वदन्ति, दत्तात्रि नानै भवतार्थ कामौ ॥
ત્રાજવાનાં બન્ને પલ્લાની વચ્ચે જો શ્રેષ્ઠ હોય તો એ ધર્મની દાંડી છે. જો તમે ધર્મની દાંડી કાઢી નાખે તો એ બે વાડકા બની જવાના. પછી તેલવા માટે એ કાંટો નહિ રહે. એવી રીતે તમે જીવનમાંથી ધર્મને કાઢી નાખે, તે પછી તમારા અર્થ અને કામ ક્યાં ટકવાના છે? તમારા જે ધર્મનાં મૂળિયાં છે એ મૂળિયાને આધારે તમારા સંસારનું વૃક્ષ ઊભેલું છે.
એના મૂળમાં જે ધર્મ છે એને લીધે જ સંસારવૃક્ષ સજીવન છે. ને એ સજીવન છે ત્યાં સુધી તમને સુખ, શાંતિ અને સૌભાગ્ય મળે છે. જ્યાં એ મૂળ સુકાયાં–ખલાસ થઇ ગયાં કે તમારે સમજી લેવાનું છે કે, બીજાં બધું પણ સમાપ્ત થઈ ગયું છે. એટલા માટે જ્ઞાનીઓએ કહ્યું કે, તમે તમારાં મૂળિયાંને જળ સીંચતાં રહો.
એક વખતની વાત છે. એક વડલો વસંત ઋતુની અંદર ખૂબ ખીલેલો હતો. એની ઘટાદાર છાયા નીચે પથિકો આવીને બેસતા. પંખીઓ આવીને કિલ્લોલ કરતાં.
પછી પાનખર ઋતુ આવી. એટલે બધાં પાંદડાં ખરી ગયાં. હવે કોઈ પથિક કે કોઈ પંખી અહીં ફરકતાં નહોતાં. સાવ એકલું, નીરસ, શુષ્ક એવું ફકત ઝાડ જ ઊભું હતું.
એ સમયે એક પથિક ત્યાંથી નીકળ્યો. તેણે પૂછયું : “વડલા, આજે તારી કેવી દશા થઈ છે! તારી આ હાલતનું તને દુઃખ થાય છે કે નહિ? તને તારી એકલતા ખટકે છે કે નહિ ?”
વડલાએ કહ્યું : “ભાઈ, તમારી વાત તો સાચી છે. પણ મારાં મૂળિયાં હજી સુધી ભીનાં છે ત્યાં સુધી મને વાંધો નથી. વસંત ઋતુ હવે કંઈ બહુ