________________
'અરૂ
પ્રસંગ-માધુરી પાપનું પ્રાયશ્ચિત્ત
પની શોભા એની મધુર સુવાસમાં સમાયેલી છે; સરોવરની શોભા નિર્મળ જળમાં સમાયેલી છે; તેમ નર ને નારીની શોભા એના શિયળના રક્ષણમાં સમાયેલી છે.
પિતાની જાત માટે અને જનતાને માટે જેમ સંયમી આત્મા કલ્પવૃક્ષ સમાન છે, તેમ પોતાની જાત માટે વ્યભિચારી આત્મા કંટવૃક્ષ સમાન છે. ભલે સંયમી માનવ સંસારનો ત્યાગી ન પણ હોય, છતાં સંસારમાં રહી, કુકર્મોથી બચી, પોતાનું ને બીજાનું કલ્યાણ સાધી શકે છે.
આ પ્રસંગે વડોદરાની એક વાત યાદ આવે છે.
વડોદરામાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ ઉદયચન્દ્ર, બીજાનું વિદ્ય તચંદ્ર. મૈત્રી એવી ગાઢ કે જાણે પુષ્પ અને પરાગ.
ઉદયચન્દ્રનું લગ્ન સુશીલા સાથે થયું હતું. સુશીલા જેમ રૂપવતી હતી તેમ ગુણવતી પણ હતી. એના સૌજન્ય આખા ઘરને સુવાસિત કર્યું હતું.
એક દિવસ વિદ્ય તચન્દ્ર ઉદયને ઘેર આવ્યો, પણ ઉદય એ વખતે બહાર ગયો હતો. સુશીલાએ એનો સત્કાર કર્યો અને સ્વાભાવિક એવા નિર્દોષભાવથી તેના પ્રત્યે બહુમાન દર્શાવ્યું. .
પણ વિદ્ય તચન્દ્ર એનો અર્થ ઊંધ કર્યો. સુશીલાના રૂપમાં એ પતંગિયું બન્યો. એની પોતાની વિવેકબુદ્ધિનો પણ નાશ થયો. એના ચિત્તમાં અનેક આન્દોલને ઊપડ્યાં. એ બેકાબૂ બન્યો. કામ વિના પણ મિત્રના ઘેર આવવા લાગ્યો અને મધુર હાસ્યપૂર્વક નયને નચાવવા લાગ્યો.
સુશીલા ચતુર હતી. તે આ ભેદ કળી ગઇ. ઊંડા ખાડામાં ગબડતા
૧૦૪