________________
એટલા માટે આપણે જે ઔષધિ કરવાની છે, દવા કરવાની છે તે મનની કરવાની છે. આજે તન માટેનાં દવાખાના કેટલાં બધાં થાય છે? એ દવાખાનામાં રૂપિયા પણ કેટલા બધા અપાય છે? કઈ પચાસ હજાર, તો કોઈ લાખ–બે લાખ આપે છે. પણ મનના રોગનિવારણ માટે શું ?
આજે ખરેખર તો મનનાં દવાખાનાં ખેલવાની જરૂર છે. તનના રોગીઓ કરતાં મનના રોગીઓ વધારે છે. ઘેરઘેર ને ઠેરઠેર આજે મનના રોગ લાગુ પડ્યા છે. - હવે તો ડોકટરો પણ સમજતા થઇ ગયા છે. એ પણ એ જ કહે છે કે મનના રોગોમાંથી જ ઘણાખરા તનના રોગો ઊભા થાય છે. તાવ અને માથું એ પેટની કબજિયાતથી થાય. બાકીના ઘણાખરા રોગો માનસિક આઘાતમાંથી ઉત્પન્ન થતા હોય છે. એટલે, મનની દવા માટે આજે તો ધ્યાન આપવાની જરૂર છે.
આ માટે શિષ્ય ચાર વાત પૂછે છે : વૈદ્ધો હિ : ? - શિષ્ય હવે હૃદય ખેલ્યું છે. મનની અંદર બેઠેલા રોગ દૂર કર્યા વિના ચાલો એમ નથી એવું લાગ્યું, એટલે ગુરુ પાસે આવીને હૃદય ખેલી નાખ્યું. ક્યા રોગની દવા આપવા જેવી છે તે તો હદય ખેલવામાં આવે તો જ ખબર પડે. આપણે તે ગુરુ પાસે જઇએ તો ખૂબ સારા થઇને જઇએ! આપણામાં મદ (અભિમાન) હોય તોપણ કહીએ કે મારા જેવો નમ્ર કઈ નથી. લોભિયા હોઈએ તોપણ બે-પાંચ ઠેકાણે આપેલા રૂપિયા ગણાવ્યા કરીએ. આપણામાં ક્રોધ પડેલો હોય, લાલચોળ થઈ જતો હોય તોય ક્ષમાને દેખાવ કરીએ છીએ.
ખરી વાત એ છે કે, તમે કેટલું ભેગું કર્યું છે એ કોઈ નહિ પૂછે; તમે કેટલું દાન દીધું છે તે જ વિચારાશે.
એટલે આપણે સંતેમનરોગના વૈદ્યો–પાસે જઈએ છીએ ત્યારે તેઓ પણ રોગ જાણી ન જાય તેની પૂરેપૂરી સાવચેતી રાખીએ છીએ.
ડોકટરો પાસે જઈએ છીએ ત્યારે તનને રોગ છુપાવતા નથી, ત્યાં તે વિગતવાર વર્ણન કરીને દવા માગીએ છીએ; જ્યારે સંતો પાસે જઈને આપણે રોગ છુપાવીએ છીએ. - એટલે પરિણામ એ આવ્યું છે કે, આજની આપણી ભાષા આપણા રોગોને, આપણી બદીઓને ઢાંકવાનું એક સાધન બની ગઇ છે.