________________
એટલે મનને નિષ્કપટભાવે ખોલવું પડશે. એ વિના ષધ નહિ સાંપડે એવી સમજણથી શિષ્ય પૂછે છે કે, દદ્ધ હિ ? દુનિયામાં બંધાએલા કોણ?
તાજેતરમાં જ હું પ્રવચન માટે સાબરમતી જેલમાં ગયો હતો. ત્યાં કેદીઓને કહ્યું હતું કે, તમે દીવાલ પાછળના કેદીઓ છો, જ્યારે અમે રામાજનાને અમારી વૃત્તિઓના એમ બેવડા કેદીઓ છીએ. કારણ કે, વૃત્તિાઓએ અમને કેદમાં પૂર્યા છે. એની બહાર નીકળી શકતા નથી. અને સમાજના સકંજામાંથી સારો ને સાચો માણસ હોય તોપણ, તિક હિંમતના અભાવે, સારું કામ કરતાં “દુનિયા શું કહેશે” એ વાતથી ડરતો હોય છે. એટલે, દુનિયા પર આપણે જીવીએ છીએ અને દુનિયાની ખાતર ન કરવાનું કરીએ છીએ.
પરિણામ એ આવે છે કે, પેલા કેદીઓની મુકિત મોડામાં મોડી વીસ વર્ષે તો થાય છે જ; જ્યારે આપણી મુકિત તે જીવનભરમાં કદી થતી નથી. સમગ્ર જીવન સુધી વૃત્તિઓનાં અને સાથે સાથે સમાજનાં આવાં પ્રકારનાં અયોગ્ય બંધનોના જ ગુલામ થઈને અને જકડાઇને આપણે પડ્યા રહીએ
છીએ.
એટલે શિષ્ય વઢું હિ : ? એ પહેલો પ્રશ્ન પૂછયો.
ત્યારે ગુરુદેવે ઉત્તર આપ્યો: “ વિષયાનુરા'—જે વિષયોમાં રાગી છે, તેમાં બંધાએલો છે તે.
તમને બાંધી કોણે રાખ્યા છે?—વિષયે. વિષયને છોડો તો તમે મુકત છો. સગવડોએ માણસને બાંધી રાખ્યો છે. માણસ માને છે કે હું સગવડને તાબે કરી બેઠો છું, મારી પાસે વધારે સાધનો છે. પણ એ ભૂલી જાય છે કે સાધનોએ એને પરાધીન બનાવ્યો છે. એ છૂટવા ધારે તો છૂટી શકે એમ પણ નથી. એને તો દરેક સગવડો જોઈએ. એ હોય તો જ એનાથી જઇ શકાય છે.
• પરિણામ એ આવે છે કે સવારે છ વાગે ઊઠીને જવું હોય તો BedTea (પથારી–પીણું) એને રોકી રાખે છે. પથારીમાં ચા પીધા પછી જ પથારી બહાર નીકળી શકાય, આવી જેને આદત હોય તે સવારમાં બેડ-ટી’ વગર જાત્રાએ જવા, પ્રવાસમાં જવા કે અન્ય કામ પ્રસંગે જવા વહેલી સવારે તૈયાર થવા માગે તો કેવી રીતે જઈ શકે ?
બેડ–ટી’ વગર એના ટાંટિયામાં તાકાત નહિ આવે. ' કહો, આ બંધન ખરું કે નહિ ?