________________
ઘણી વાર આપણે કહૌએ છીએ કે આત્મા શરીરથી જજુદો છે. આમ તો આ વાત સાવ સાચી છે, છતાં જ્યાંસુધી એ શરીરરૂપી ઘરમાં વસે છે ત્યાંસુધી તો શરીર એ એક એની ગાડી છે.
ગાડી સારી હશે તે જ, બહારગામ જવા નીકળેલા માણસ ઝડપથી સુખભર્યો પ્રવાસ કરી શકશે. આપણા આત્માને પણ જે તરફ જવાનુ છે તે તરફ લઇ જનારું સાધન તે। આ શરીર જ છે.
યાદ રાખજો કે, એકની એક વસ્તુ તારક પણ બને છે અને મારક પણ બને છે. જે માટર વડે રેસના મેદાનમાં, સિનેમા—નાટકમાં યા અંગત સ્થાને જઈ શકાય એ જ મોટર વડે જીવનને આવશ્યક એવી શુભ પ્રવૃત્તિ માટે પણ ફરી શકાય.
પ્રત્યેક સાધનની બે બાજુજુ હાય જ. એનાથી લાભ પણ હાય, નુકસાન પણ હોય. દુનિયામાં કોઇ પણ વસ્તુ એવી તો નહિ જડે કે તેના એકાંગી લાભ જ હોય અને નુકસાન ન જ હોય. દરેક વસ્તુમાં લાભ અને હાનિનાં બે પાસાં હોય જ. એ જ રીતે, શરીરથી તરી પણ શકાય છે અને ડૂબી પણ શકાય છે. વધારે સશકત શરીરને ન કરવાના કામમાં વાપરવામાં આવે તે તરવાને બદલે એ ડુબાડનારું પણ બને. તેને બદલે સારી રીતે વાપરો તો તમે તરી શકે.
આંખા પ્રભુનાં દર્શન માટે અને નિસર્ગ નાં સુંદર તત્ત્વોને નીરખવા —તારવવા માટે મળી છે, એવું તમે સમજો.
ધર્મી થવું એના અર્થ એ નથી કે, સદા ઘુવડની જેમ ઉદાસ અને દુ:ખી થઈ જવું. ઘરમાં જાણે કોઈનું મૃત્યુ થયું હોય અને શાક વ્યાપ્યા હોય એવા ધર્મી કદી ન હાય. ધર્મી અત્મા તા સદા પ્રસન્ન હાવા જોઇએ. દુનિયાના આત્મા ભાગના આનંદ માણતા હોય છે, જ્યારે ધર્મી આત્મા યોગના આનંદ માણતા હોય છે.
બાળક ધૂળમાં ઘર બનાવીને રમતુ હાય છે. પણ એને ખબર નથી કે ધૂળનુ ઘર રહેવા કામ લાગતુ નથી. એ જ રીતે, બાળકો ધૂળના ક ંસાર બનાવે છે ને એકબીજાને પીરસે છે. પણ એ કસારથી છેાકરાંઓનાં પેટ ભરાતાં નથી.
એમ જ્ઞાનદશામાં વિચરનારો આત્મા આ સંસારના જીવાને જોઈને વિચારે છે કે આ લાકે ભાગામાં તૃપ્તિ માને છે, પણ એ ભાગા તે પેલાં બાળકોની રેતીના કંસાર જેવા છે. રેતીના ક'સારથી જેમ બાળકો તૃપ્ત નથી થતાં, તેમ સંસારના ભાગેાથી તમે તૃપ્ત નથી થવાના, બેયની દશા તે એક
૧૩૫