________________
વિશાખા કહે, “ ત્યારે કહો પિતાજી, મેં આજસુધીમાં દાન દીધાં છે. પણ કોઈની સામે હાથ લાંબો કર્યો છે ?'
મૃગધર કહે : “કદી નહિ. તારી વાત બરાબર છે, બેટા !”
વિશાખાએ આગળ કહ્યું: “આ ચાર વાત મારી માતાએ અને મારા પિતાએ લગ્ન વખતની વિદાયવેળાએ વારસામાં આપી હતી. મેં તેને બરાબર જાળવી છે કે નહિ ?'
મૃગધર કહે, “બેટા, તે બરાબર જાળવી છે.'
આ આખીય વાત સાંભળીને રાજા પ્રસેનજિત બોલી ઊઠે છે : વિશાખા, તને હું એક બિરુદ આપવાનો છું. કહો મૃગધર, તમે કહી શકશો, હું કયું બિરુદ આપવા માગું છું તે ?”
મૃગધર તે રાજાના મનની વાત સમજી જાય એવો ટેવાઈ ગયો હતો. એટલે એણે કહ્યું, “રાજાજી, તમે “મા'નું બિરુદ આપવા માગો છો. અને હું પોતે પણ આપવા માગું છું. બેટા વિશાખા, તું તો અમારી મા છે, વહુમા છે. આકાશમાં ચંદ્રમાં છે, પૃથ્વી પર ધરતી માતા છે. ને ઘરઘરમાં વહુમા છે. એનામાં નિ:સ્વાર્થ પ્રેમ છે. મા જેવી સેવા છે, મા જેવી વત્સલતા છે, મા જેવું કારુણ્ય છે. મા જેવી સમજણ છે.”
તે દિવસે વિશાખાને હાથી ઉપર બેસાડીને આખા નગરમાં ફેરવવામાં આવી.
તે દિવસે, રાજા પ્રસેનજિત અને મંત્રી મૃગધરે વિશાખાને વહુમાનું બિરુદ આપ્યું. આ શબ્દ આજે હિંદી ભાષામાં ખૂબ જ વ્યાપક શબ્દ છે. ગુજરાતીમાં પણ એ ધીરે ધીરે પ્રચાર પામવા લાગ્યો છે. જે